- ચહેરા પરના સફેદ ડાધને હટાવો
- ઘરેલુ ઉપાયથી દુર થશે સફેદ ડાઘ
- ચહેરાની સુંદરતા પણ વધશે
ધૂળ-પ્રદૂષણ અને અયોગ્ય રીતે જમવાની આદત, આવા કારણો શરીરમાં અનેક પ્રકારની બીમારી અથવા સમસ્યાઓ લાવે છે. ચહેરાની તથા શરીરની કાળજીના રાખવા પર પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે અને ચહેરા પર સફેદ ડાઘ પણ પડી જવાની સમસ્યા ઉભી થાય છે. તો હવે આ સમસ્યાનું નિરાકરણ આ છે કે રોજ જમવામાં ધ્યાન રાખવું અને કેટલીક વસ્તુનો સદઉપયોગ.
ડાયટમાં વધુને વધુ બથુઆને સામેલ કરો. રોજ બથુઆને બાફીને તેના પાણીથી શરીર પર જ્યાં સફેદ ડાઘ હોય ત્યાં ધુઓ. કાચાં બથુઆનો રસ 1 કપ કાઢી તેમાં 1 કપ તલનું તેલ મિક્સ કરીને ધીમા તાપે પકાવો. અડધું રહે એટલે ઠંડુ કરી રોજ ડાઘ પર લગાવો.
આ બાબતે લીમડાના પાન અને ફળ અનેક સમસ્યાઓમાં કારગર સાબિત થાય છે. સફેદ ડાઘ દૂર કરવા લીમડાના પાનને પીસીને તેની પેસ્ટ બનાવી ડાઘ પર લગાવો. આ ઉપાય રોજ 1 મહિના સુધી કરો. સાથે જ રોજ લીમડાનું ફળ ખાઓ અને તેનો જ્યૂસ પણ પીવો. તેનાથી લોહી સાફ થશે અને સફેદ ડાઘની સાથે સ્કિનના અન્ય રોગ પણ દૂર થવા લાગશે.
શરીર પર તથા ચહેરા પર સફેદ ડાઘ વઘવા પાછળના કારણ એ છે કે કઢંગનું જમવાનું. સફેદ ડાઘની સમસ્યા વધે નહીં તે માટે ખાવામાં કેટલીક પરેજી રાખવી જરૂરી છે. જેથી મીઠાઈઓ, રબડી, દૂધ અને દહીં એકસાથે ખાવું નહીં.