અમદાવાદઃ: ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી આગામી તા૧૭ ઓક્ટોબર થી શરુ થયેલ છે. જે ૩૧ ડીસેમ્બર-૨૦૨૨ સુધીમાં કરવાની રહેશે. ડાંગર માટે ૯૮, મકાઈ માટે 57 બાજરી માટે 89 જેટલા ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ખરીદી કેન્દ્રો ખાતે કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર માટે રૂ.૨૦૪૦/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર એ-ગ્રેડ માટે રૂ.૨૦૬૦/- પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ.૧૮૬૨/- પ્રતિ ક્વિન્ટલ, અને બાજરી માટે રૂ.૨૩૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા. ૦૧ ઓક્ટોબરથી શરુ થયેલ છે.