પીએલઆઈ સ્કીમ- દેશને 4 લાખ કરોડનો ફાયદો કરાવશે ઉત્પાદન આધારીત પ્રોત્સાહન
- આત્મ નિર્ભર ભારતને મળશે વેગ
- પીએલઆઈ સ્કિમ હેછળ ઉત્પાદનને મળશે વેગ
દિલ્હી -આત્મ નિર્ભર ભારત હેઠળ અનેક નવા કાર્યો હાથ ધરવામાં આવ્યા છે,નવા સ્ટાર્ટઅપ અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહિત કરી ભારતને એક વેગ આપવામાં આવી રહ્યો છે, દેશને અનેક ક્ષત્રમાં ક સ્વાવલંબી બનાવવા દેશની સરકારે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનની શરૂઆત કરી હતી જે મોટે પાયે સફળ પણ નિવડી રહી છે.
દેશના સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા અનેક વિદેશની કંપનીઓ દેશમાં રોકાણ અને ઉત્પાદક કરે તે માટે સરકારે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ પીએલઆઈ સ્કિમનું આયોજન કર્યું છે. આ સ્કિમથી આવનારા 5 વર્ષોમાં દેશની દિશા ચોક્કસ બદલાશે, પાંચ વર્ષમાં ભારતનો વેપાર અદાજે ચાર લાખ કરોડથી વધશે આ બાબત પીએમ મોદીએ માહિતી હતી.
ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજનાથી દેશના વેપારને વેગ તો મળશે જ તે સાથે તેના ફાયદા સ્થાનિક ઉદ્યોગોની સાથે સાથે લોકોને રોજગાર અપાવશે, આ સાથે જ આ બહારની કંપની દ્રારા થતા રોકાણના ફાયદા અર્થતંત્રની વૃધ્ધીમાં વધારો કરશે.
દેશની મોદી સરકારના પાંચ ટ્રીલીયન ડોલરનાં લક્ષ્ય સાકાર કરવામાં પણ મદદ મળી રહેશે. તો ભારતને વૈશ્ર્વિક પ્રોડકશન હબ બવાનનાવી દિશામાં આ એક મહત્વનું મોટૂ પગલું સાબિત થશે.
નીતિઆયોગ તેમજ ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગના બજેટના એક વેબીનારને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ કે, પીએલઆઈ સ્કિમથી ઉત્પાદનને મોટો વેગ મળશે.પીએલઆઈ સ્કિમ અંતર્ગત પાંચ વર્ષમાં અંદાજે બે લાખ કરોડનું પ્રોત્સાહન અપાશે જે 520 બીલીયન ડોલરનો વેપાર વધુ કરાવશે.
સાહિન-