બેલ્જિયમના ફાઈઝર પ્લાન્ટમાં કોરોના વેક્સિનનું ઉત્પાદન શરુ – વર્ષના અંત સુધીમાં મળી શકશે આ વેક્સિન
- કોરોના મહામારીમાં સારા સમાચાર
- બેલ્જિયમના ફાઈઝર પ્લાન્ટમાં કોરોના વેક્સિન બની રહી છે
- વેક્સિન આ વરપ્ષના અંત સુધીમાં આવી શકે છે
- અમેરીકામાં વેક્સિનની ઈમરજન્સી માટે પરવાનગી મેળવશે
- ફાઈઝર- જર્મનીની બાયોટેક સાથે મળીને 44 હજાર લોકો પર પરિક્ષણ કરી રહી
કોરોના મહામારી સામે લડત આપી રહેલી સમગ્ર દુનિયા માટે એક સારા સમાચાર મળી રહ્યા છે, યુરોપિયન દેશ બેલ્જિયમમાં કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરવામાં આવી ચૂક્યું છે. જાણીતી દવાઓ બનાવતી કંપની ફાઇઝરએ સંભવિત કોરોના વેક્સિનના લાખો ડોઝનું ઉત્પાદન તેના બેલ્જિયમના પ્લાન્ટમાં બનાવવાનું કાર્ય શરૂ કર્યું છે.
વર્ષના અત સુધી આવી શકે છે વેક્સિન
અમેરીકાની આ કંપની ફાઈઝરનું આ અગે માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં તેઓ 10 કરોડ જેટલા જોઢ તૈયાર કરી લેશે, દરેક દર્દીઓને આ વેક્સિનના કુલ 2-2 ડોઝ આપવામાં આવશે, ફાઈઝર કપંની જર્મનીની બાયોટેક કંપની સાથે મળીને કોરોના વેક્સિન માટે 44 હજાર લોકો પર તેનું પરિક્ષણ કરી રહી છે.
આ કંપનીના બ્રિટનના સૌથી જાણીતા અધિકારી બેન ઓસબર્ન એ આ અંગે કહ્યું હતું કે, વેક્સિનની બાયલને પ્રોડક્શન પ્લાન્ટ પર આવતી જોઈને ઘણી ખુશા થાય છે,અમારા આ પ્રયત્નને એક ઉત્પાગનનું રુપ મળતા જોઈને મારા ચહેરા પર ખુશી આવી ગઈ છે.
આવનારા નવેમ્બર મહિનામાં અમેરીકામાં વેક્સિનની ઈમરજન્સી માટેની પરવાનગીને લઈને અરજી કરીશું જેનાથી ફાઈઝર કંપની વેક્સિનને લોન્ચ કરવામાં અગ્રતાની લાઈનમાં સૌથી આગળ જોવા મળશે.
આ સમગ્ર બાબતે બ્રિટનના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર જોનાથન વાન ટૈમે વિતેલા અઠવાડિયે સાંસદોને જણાવ્યું હતું કે, ઓક્સફઓર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી રહેલી કોરોના વેક્સિન ત્રીજા તબક્કામાં છે અને ડિસેમ્બરમાં તેના આવવાની સંભાવના છે. અમે હવે વેક્સિનથી વધુ દૂર નથી, આ બાબતે એમ કહેવું ખોટું નહીં હોય કે આ અમારી કોરોના વેક્સિન ક્રિસમસ પછી તરત જ ઉપલબ્ધ થઈ શકે છે.
સાહીન-