દેશમાં સપ્ટેમ્બર મહિનાથી સ્પુતનિક-વી વેક્સિનનું શરુ કરાશે ઉત્પાદન – આરડીઆઈએફ
- સ્પુતનિક વી વેક્સિનનું સપ્ટેમ્બરમાં શરુ થશે ઉત્પાદન
- વેક્સિનની પ્રક્રિયાને મળશે વેગ
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ વચ્ચે વેક્સિનેશન પર ખાસ ધ્યાન કેન્દ્રીય કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે દેશના લોકોને ખૂબ જ જલ્દી સ્પુતનિક વી વેક્સિન પણ મળી રહે તે માટેની કવાયત હાથ ધરવામાં આવી હરી છે.
આ વેક્સિન બાબતે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એ શનિવારે જણાવ્યું હતું કે રશિયાની સ્પુતનિક વી વેક્સિનનું સપ્ટેમ્બર મહિનાથી ભારતમાં સંપૂર્ણ ઉત્પાદન શરૂ કરાય તેવી અપેક્ષા છે. તેઓ આશા રાખે છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સહિત પાંચ કંપનીઓ સ્પુતનિક વી રસીનું ઉત્પાદન કરતા ભારત વેક્સિનનું મુખ્ય કેન્દ્ર બનશે.
આ સાથે, આરડીઆઈએફ એ સ્પષ્ટતા કપણ રી કે કોરોનાની વેક્સિન સ્પુતનિક વી ના બીજી બેચના ઉત્પાદનમાં કોઈ વિલંબ થઈ રહ્યો નથી. આરડીઆઈએફ એ કહ્યું કે ભારતમાં તેના ભાગીદારોએ સ્પુટનિક વી વેક્સિનની બીજી બેચનું ઉત્પાદન કર્યું છે જે હાલમાં રશિયામાં માન્યતા હેઠળ છે.
ભારતમાં ભાગીદારોને ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે અને રશિયન અને ભારતીય રસી ઉત્પાદન નિષ્ણાતો વચ્ચે સક્રિય વિનિમય છે. આ સાથે, ઓગસ્ટથી ભારતમાં સ્પુતનિક વી અને સ્પુતનિક લાઈટના પુરવઠાને વેગ આપવાની યોજના બનાવાઈ છે.ઉલ્લેખનીય છે કે ભઆરતની 5 જેટલી કંપનીઓ આ સ્પુનિક વી વેક્સિનું ઉત્પાદન કરશે જેથી દેશમાં વેક્સિનનો પુરવઠો પુરતા પ્રમાણમાં મળી રહેશે.