- હવે ભારતમાં જ બનશે રશિયાની સ્પુતનિક વી વેક્સિન
- સીરમ સંસ્થા સાથે થઈ ડીલ
દિલ્હીઃ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્રારા હવે રશિયાની કોરોના વાયરસની વેક્સિન સ્પુતનિક-વી નું ઉત્પાદન આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓ કિરીલ દિમિત્રીવે મંગળવારે જણાવ્યું હતુ કે સીરમ સપ્ટેમ્બરમાં સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે,તેમણે જણાવ્યું કે કેટલાક અન્ય ઉત્પાદકો પણ આ રસી ભારતમાં બનાવવા માટે તૈયાર છે.
આરડીઆઈએફએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને સીરમ દ્રારા ભારતમાં દર વર્ષે વેક્સિનના 3 કરોડથી વધુ ડોઝનું ઉત્પાદન કરવાનો ઇરાદો છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે ટેક્નોલોજી ટ્રાન્સફર પ્રક્રિયાના ભાગ રૂપે સીરમને ગમાલેયા સેન્ટરમાંથી સેલ અને વેક્ટરના નમૂનાઓ પહેલાથી મળી ચૂક્યા છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા તેમની આયાતની મંજૂરી મળતાની સાથે જ નિર્માણની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.
સ્પુટનિક રસીના ઉત્પાદન માટે ભારત મુખ્ય ઉત્પાદન કેન્દ્ર છે. આરડીઆઈએફએ આ પહેલા રશિયાની રસીના ઉત્પાદન માટે ભારતની અનેક ફાર્માસ્યુટિકલ કંપનીઓ જેવી કે ગ્લેંડ ફાર્મા, હેટોરો બાયોફર્મા, પેનેસિયા બાયોટેક, સ્ટેલીસ બાયોફર્મા, વિર્કો બાયોટેક અસાથે સમજોતો કર્યો હતો.
કંપનીએ આ સમગ્ર બાબતને લઈને કહ્યું કે હજી સુધી, રશિયાની સ્પુતનિક વી વૈક્સીનને વિશ્વ સ્તરે 67 દેશોમાં રજિસ્ટર કરવામાં આવી છે, જેની કુલ વસ્તી 3.5 બિલિયનથી વધુ છે. આર્જેન્ટિના, સર્બિયા, બેરીન, હંગરી, મેક્સિકો, સૈન્ય મૈરિનો, સંયુક્ત અરબ અમીરત અને અન્ય જનસંખ્યાના ટીકાકરણના સમયગાળાના નિયામકો દ્વારા પ્રાપ્ત ડેટા નોંધણી દર્શાવે છે કે સ્પુટનિક વી સૌથી સલામત અને સૌથી અસરકારક વેક્સિનમાંની એક છે.