રાજકોટ: ગોંડલના માર્કેટ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક
- યાર્ડ ખાતે ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ
- એક જ દિવસમાં 2 લાખ કટ્ટાની થઈ આવક
- યાર્ડની બંને બાજુ છ-છ કિમી લાંબી વાહનોની લાઈન
રાજકોટ: સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાયું છે. માર્કેટિંગ યાર્ડ આજે ડુંગળીની થયેલી આવક સામે નાનું પડ્યું છે. યાર્ડની બંને તરફ છ-છ કિલોમીટર ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. એક જ દિવસમાં આશરે 2 લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ છે. જેમાં એક મણ ડુંગળીનો ભાવ 80 થી 490 રૂપિયા સુધી બોલાયો હતો.
આમ, ડુંગળીની વધુ આવક થતાં સત્તાધીશોને ભાડે જમીન રાખવાની ફરજ પડી હતી. સૌરાષ્ટ્ર ભરના 1500 જેટલા ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક વેચવા ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો અહીં વેચવા આવતા હોય છે.આ વર્ષે ખૂબ સારો વરસાદ થયો હતો,જેના કારણે સૌરાષ્ટ્ર પંથકમાં ડુંગળીની મબલક ઉત્પાદન થયું છે..ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા હતા.