Site icon Revoi.in

ભારતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે ઉત્પાદનમાં કરાશે વધારો

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજનની સાથે રેમડેસિવિર ઈન્જેકશનની અછત ઉભી થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તરફ રેમડેસિવિર ઈન્જેકશનનું ઉત્પાદન કરતી કંપનીઓએ પણ ઉત્પાદન વધારી દીધું છે. મે મહિનામાં ડબલ ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. હાલ કંપનીઓ 38 લાખ રેમડેસિવિર ઈન્જેકેશનનું ઉત્પાદન થઈ રહ્યું છે.

કોરોના સંક્રમણ વચ્ચે સરકારે જાહેરાત કરી છે કે, રેમડેસિવિરનુ પ્રોડક્શન વધારવામાં આવી રહ્યુ છે. દેશમાં રેમડેસિવિરનુ ઉત્પાદન કરતી લાઈસન્સ પ્રાપ્ત સાત કંપનીઓ મે મહિલામાં 74 લાખ ડોઝનુ ઉત્પાદન કરશે. જે હાલમાં 38.80 લાખ યુનિટ છે. સરકારે દેશમાં વધી રહેલી રેમડેસિવિરની માંગણીને ધ્યાનમાં રાખીને તેની નિકાસ પર તાજેતરમાં જ પ્રતિબંધ મુક્યો છે.

દરમિયાન ગૃહ મંત્રાલયે રાજ્યોની એક બેઠક બોલાવીને રેમડેસિવિરનો જથ્થો 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂરો પાડવામાં આવશે તેમ પણ કહ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ હોવાથી કોવિડના બેડ વધારવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં ઈન્જેક્શન માટે કોરોના પીડિત દર્દીઓની લાંબી લાઈનો લાગી હતી. આ અંગે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી.