પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કૂલપતિની જગ્યા ખાલી હતી. અને કાર્યકારી કૂલપતિથી વહિવટ ચલાવવામાં આવતો હતો. સરકારે આખરે યુનિવર્સિટીના 19 મા કુલપતિ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્રના વડા પ્રો. કિશોરકુમાર છગનલાલ પોરીયાની વરણી કરી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કર્યો છે. જેમાં રાજ્યપાલના આદેશથી હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીના કૂલપતિ તરીકે પ્રો. કિશોરકુમાર છગનલાલ પોરીયાની વરણી કરી હોવાનું જણાવ્યું છે. ગુજરાત જાહેર યુનિવર્સિટીઓની કલમ 10 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને અધિનિયમ, 2023, મુજબ ડો પ્રો. કિશોરકુમાર છગનલાલ પોરિયાની નિયુક્તિ કરવામાં આવી છે. ડો. પોરિયા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં ભૌતિકશાસ્ત્ર વિભાગના વડા તરીકે સેવા આવી રહ્યા છે. અને ડો. પોરિયાની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીના 19 મા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે કુલપતિ તરીકે નિમણૂક તેઓ 65 વર્ષની વયના થાય ત્યાં સુધી અથવા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો ચાર્જ સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષની મુદત માટે રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે ડો રોહિત દેસાઈએ તારીખ 7/1/2023ના રોજ ચાર્જ લીધો હતો અને દેસાઈએ યુનિવર્સિટીના વિકાસમા ખુબ જ ઉત્સાહથી કાર્ય કરી આગવી લોક ચાહના પ્રાપ્ત કરી હતી. દેસાઈની જગ્યાએ નવા કુલપતિ તરીકે વીર નર્મદ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગના હેડ પ્રો. કિશોરકુમાર છગનલાલ પોરિયાની રાજયપાલ દ્વારા નિમણૂંક કરાતા ડોય પોરીયા એકાદ બે દિવસમાં યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળશે.