Site icon Revoi.in

ગુજરાતમાં ધોરણ 3થી 10ના શિક્ષકોને વ્યવસાયલક્ષી ફેસ ટુ ફેસ તાલીમ 15મી ઓગસ્ટ સુધી અપાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં ધોરણ-3 થી 10ના શિક્ષકોને ઓનલાઈન તબક્કાવાર વ્યવસાયલક્ષી તાલીમ આપવાનો પ્રારંભ કરાયો છે.  ફેસ ટુ ફેસ તાલીમ સતત બે મહિના સુધી તબક્કાવાર આપવામાં આવશે. જેમાં મોડ્યુલ એકની તાલીમ તારીખ 15 જુલાઈ થી 15 ઓગસ્ટ સુધી યોજવામાં આવશે. જ્યારે મોડ્યુલ બે ની તાલીમ 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી અપાશે.

નવી શિક્ષણનીતિ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે તેમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલા મૂળભૂત બદલાવના આધારે શિક્ષકને પણ સજ્જ કરવામાં માટે આ તાલીમનું આયોજન બે પ્રકારે કરવામાં આવ્યુ છે. જેમાં વ્યવસાયિક વિકાસ અંતર્ગત ધોરણ-3થી 10ના તમામ શિક્ષકો માટે ઓનલાઇન ફેસ ટુ ફેસ તાલીમનું આયોજન રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે. જેમાં બે તબક્કાની તાલીમમાં મોડ્યુલ એક અને મોડ્યુલ બેનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંને મોડ્યુલમાં કુલ 20 કોર્સનો સમાવેશ કરીને શિક્ષકોને 50 કલાકની વ્યવસાયિત સજ્જતા તાલીમ આપવામાં આવશે. મોડ્યુલ એકની 10 કલાકની તાલીમ આજે તારીખ 15 મી જુલાઈથી શરૂ કરવામાં આવી છે. જે તારીખ 15 મી ઓગસ્ટ સુધી ચાલશે. ત્યારબાદ મોડ્યુલ બેની તાલીમ 16 ઓગસ્ટથી 15મી સપ્ટેમ્બર સુધી યોજાશે.. જોકે મોડ્યુલ એકમાં શિક્ષકોને તેમજ નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને કોર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં નવી શિક્ષણનીતિ અને શિક્ષકની ભૂમિકા, એસસીએફની મુખ્ય બાબતોની સમજ, એફએલએનની ઇમ્પલીમેન્ટસન, અધ્યયન નિષ્પતિની સમજ અને વિષયવસ્તુ સાથે જોડાણ, શિક્ષણમાં વિષયો વચ્ચેનો અનુબંધ, અસરકારક વર્ગખંડ સંચાલન, એજ્યુકેશન એચિવમેન્ટ સર્વે, માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી, જી સાલા પ્લસનો ઉપયોગ, ટેન બેગ લેસ ડે ઇમ્પ્લીમેંટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.