- ફાર્મા કંપનીઓ આડેધડ નફો વસુલે છે
- ભાવને નિયંત્રણ હેઠળ લાવવાની તજવીજ હાથ ઘરાઈ
દિલ્હીઃ- જ્યા દેશભરમાં મોંધવારીનો માર છે ત્યારે બીજી તરફ મેડિકલમાં દવાઓની કિમંતો પણ મોંધી જોવા મળે છે, જે સામાન્ય રુપિયામાં બનતી દવાઓને કેટલીક કંપનીઓ બમણા ભાવ વસુલે છે ત્યારે એલર્જી-કફ શિરપ સહિતની અનેક દવાઓમાં ફાર્મા કંપનીઓ બેફામ લૂંટફાટ અને નફાખોરીની માહિતી ણળતા જ તંત્ર હરકતમાં આવ્યું છે
આ નફાખોરીને ધ્યાનમાં લઈને ઔષધ નિયમનકાર દ્વારા આ પ્રકારની કંપરનીઓ પર નજર રાખવામાં આવી રહી છે અને આવતા દિવસોમાં તેના સામે પગલા લેવામાં પણ આવીશકે છે.
પાપ્ત જાણકારી પ્રમાણે ઔષધ નિયમનકાર નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈઝીંગ ઓથોરિટીનાં ધ્યાનમાં એવી ચોંકાવનારી વિગતો આવી છે કે 1 રુપિ.યાથી લઈને 100થી ઉપરમાં વેચાતી કેટલીક દવાઓમાં ફાર્મા કંપનીઓ ડબલ ત્રિપલ નફો કરી રહી છે જે નફો 1 હજાર ટકાથી પણ વધુ છે.
ત્યારે હવે આ પ્રકારની દવાઓમાં 50 ટકાથી માંડીને 1000 ટકા સુધીનો નફોલેતા હોવાની માહિતી બહાર આવી છે જેને ટૂંક સમયમાં નિયતંર્ણ હેઠળ કરવામાં આવશે આ માટેની તજવીજ હાથ ધરાી છે.આ બાબતે વિતેલા દિવસને શુક્રવારે યોજાયેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ફાર્મા સંગઠનો એ બેઠકમાં હાજરી આપી હતી ત્યારે હવે દવાઓના ભાવ પર અકુશ લવાશે,