કોઈપણ દેશની પ્રગતિ અને સન્માન એ રમતોમાં મળતી સફળતા સાથે સીધો સંબંધ હોય છેઃ વડાપ્રધાન
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ભારતના સૌથી મોટા ખેલ મહોત્સવ, 36મી નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે, આ દ્રશ્ય, આ તસવીર, આ માહોલ, શબ્દોથી ઉપર છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ, વિશ્વના આટલા યુવા દેશ, દેશના સૌથી મોટા ખેલ ઉત્સવ. જ્યારે આયોજન આટલું અદભૂત અને અદ્વિતીય હોય તો તેની ઉર્જા એવી જ અસાધારણ હશે. દેશના 36 રાજ્યોથી 7 હજારથી વધુ એથલેટ્સ, 25 હજારથી વધુ કોલેજ, 15 હજારથી વધુ એથલેટ્સ, 50 લાખથી વધુ સ્ટુડેન્ટ્સનું નેશનલ ગેમ્સથી સીધો જોડાવ, આ અદભૂત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા બાદ ગુરૂવારે અમદાવાદના સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેઈમ્સનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ દેશની પ્રગતિ અને દુનિયામાં તેનું સન્માન એ તો રમતોમાં મળતી તેની સફળતા સાથે સિધો સંબંધ હોય છે. રાષ્ટ્રને નેતૃત્વ દેશનો યુવા આપે છે, ખેલ તેમના જીવન નિર્વાહનો મુખ્ય સ્ત્રોત હોય છે. જે દેશ આર્થિક રીતે ટોપ પર છે તે દેશ મેડલ લિસ્ટમાં પણ ઉપર હોય છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, બીજા રાજ્યથી આવેલા ખેલાડીઓને કહીશ કે અહીં(ગુજરાત) નવરાત્રી આયોજનનો લાભ પણ જરૂર લેજો. ગુજરાતના લોકો તમારી મહેમાનગતીમાં સ્વાગતમાં કોઈ કસર નહીં છોડે. આમ મેં જોયું છે કેવી રીતે આપણા નિરજ ચોપરા, ગઇકાલે ગરબાનો આનંદ લઇ રહ્યા હતા. ઉત્સવની એજ ખુશી આપણા ભારતીયોને જોડે છે, એકબીજાનો સાથ આપવા માટે પ્રેરિત કરે છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેઈમ્સના ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા બપોરે 2 વાગ્યાથી જ લોકોને પ્રવેશ આપવાની શરૂઆત કરાઈ હતી, મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ગેમ્સના મેસ્કોટ સાવજ સાથેની કારમાં સમગ્ર સ્ટેડિયમમાં ખુલ્લી કારમાં રાઉન્ડ લગાવ્યો હતો અને સ્ટેડિયમમાં ઉપસ્થિત સહુ ખેલાડીઓ, મહેમાનો દરેકનુ અભિવાદન ઝીલ્યું હતું. નેશનલ ગેમ્સનું અમદાવાદ, ગાંધીનગર, સુરત વડોદરા, રાજકોટ અને ભાવનગરનું આયોજન કરાયું છે. નેશનલ ગેમ્સનો ગપરૂવારથી પ્રારંભ થયો છે, જે 12 ઓક્ટોબર સુધી ચાલશે. આ રમતોત્સવમાં દેશની 37 ટીમોના 7000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ રમતોત્સવનો પૂર્ણાહુતિ સમારોહ 10 ઓક્ટોબરે યોજાશે.
36મા નેશનલ ગેમ્સના ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે આવેલા લોકોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવ્યો છે. દરેક પાસે એન્ટ્રી પાસને ચેક કરીને ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવ્યો છે. બેગ કે અન્ય કોઈ વસ્તુ અંદર લઈ જવા દેવામાં આવી ન હતી. રાજ્યના વિવિધ શહેરોમાંથી લોકો તેમજ સ્કૂલ/કોલેજના વિદ્યાર્થીઓ અને સ્કૂલ કોલેજમાં નેશનલ તેમજ સ્ટ્રીટ લેવલે રમતા ખેલાડીઓ પણ આ ઉદઘાટન સમારોહ જોવા માટે મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.