અઠવાડિયાનો દિવસ દરેક ભગવાનને સમર્પિત છે. એ જ રીતે રવિવારને ભગવાન સૂર્યનો દિવસ માનવામાં આવે છે. ભગવાન સૂર્યની પૂજાનું વર્ણન પણ શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિની કારકિર્દીમાં સૂર્યદેવનું ખૂબ મહત્વનું યોગદાન હોય છે. જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય બળવાન હોય છે, તે વ્યક્તિની કારકિર્દીમાં પ્રગતિ થાય છે. જો તમે કુંડળીમાં સૂર્યને બળવાન કરવા માંગો છો તો તમે રવિવારે કેટલાક ઉપાયો કરી શકો છો. તો ચાલો જાણીએ તેમના વિશે….
ઉગતા સૂર્યનેજળ અર્પણ કરો
રવિવારે સ્નાન કરીને ઉગતા સૂર્યને જળ અર્પિત કરો. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જળ ચઢાવ્યા પછી દેવી લક્ષ્મીની પૂજા કરો. શાસ્ત્રો અનુસાર આવું કરવાથી સૂર્ય ભગવાનની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
સમાજમાં માન-સન્માન વધશે
શાસ્ત્રો અનુસાર દરરોજ સૂર્યદેવની પૂજા કરો. જો કોઈ કારણસર તમે સૂર્યની ઉપાસના કરી શકતા નથી તો રવિવારે અવશ્ય કરો. આનાથી તમારું સન્માન વધશે અને તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ થશે.
જીવનની સમસ્યાઓ દૂર થશે
જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો રવિવારે માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવો. માન્યતાઓ અનુસાર, આ તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિને મજબૂત કરશે અને કારકિર્દીની સમસ્યાઓ દૂર કરશે.
વેપારમાં થશે પ્રગતિ
જો તમારું કરિયર સારું નથી ચાલી રહ્યું તો રવિવારે વહેતા પાણીમાં ગોળ અને ચોખા નાખીને વહેવા દો. માન્યતાઓ અનુસાર, આનાથી સૂર્ય ભગવાન તેમના ભક્તો પર કૃપા વરસાવશે.
રવિવારે દાન કરો
જો તમારે જીવનમાં સૂર્યદેવની પ્રાપ્તિ કરવી હોય તો રવિવારે જરૂરતમંદ વ્યક્તિને દાન કરો. આનાથી ભગવાન સૂર્ય તમારા પર પ્રસન્ન થશે.