Site icon Revoi.in

કોરોનાના વધતા કહેરને લઈને નોઈડામાં તારીખ 31 મે સુધી પ્રતિબંધ -કોરોનાના નિયમોનું પાલન સહીત કલમ 144 લાગૂ

Social Share

દિલ્હીઃ- કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે હવે વધતા રહેરને ધ્યાનમાં રાખીને નોઈડા જિલ્લામાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. વહીવટીતંત્રના આદેશ પ્રમાણે, કોરોનાવાયરસને લઈને જે નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે તે 31 મે સુધી અમલમાં રહેશે.

કોરોનાનું સંક્રમણ વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલા આદેશો પ્રમાણે, ગૌતમ બુદ્ધ નગર પોલીસ કમિશનરે વિસ્તારમાં આ કલમ 31 મે સુધી અમલમાં રહેશે. માસ્ક પહેરવા અને કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

આ સિવાય કેટલીક વસ્તુઓ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કલમ 144 લાગુ થવાને કારણે કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ રહેશે. જાહેર સ્થળોએ નમાઝ કે પૂજા કરવાની પણ મંજૂરી નથી. આ સાથે, પરીક્ષા દરમિયાન શાળાઓમાં સામાજિક અંતર અને કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત રહેશે.

ઉલ્લેખનીય છે કે દેશની રાજધાની સગહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો વધુ નોંધાઈ રહ્યા છે તેની સમા કડજક પગલા લેતા આ નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે.આ સાથે જ કોરોનાને લગતા નિયમોનું પાલન કરવા જણાવાયું છે.