1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર જિલ્લાના 24 સ્થળોએ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, કલેક્ટરનું જાહેરનામું
સુરેન્દ્રનગર જિલ્લાના 24 સ્થળોએ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, કલેક્ટરનું જાહેરનામું

સુરેન્દ્રનગર જિલ્લાના 24 સ્થળોએ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, કલેક્ટરનું જાહેરનામું

0
Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં 24 સ્થળોએ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ અગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલા કુલ-24 પ્રતિબંધિત વિસ્તારોની સુરક્ષા જાળવવી જરૂરી જણાતા પોલીસ અધિક્ષકના પત્ર સાથેની યાદી મુજબના જિલ્લામાં આવેલા કુલ-24 પ્રતિબંધિત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ ડ્રોન નહી ઉડાવવા “નો ડ્રોન” ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી.ઝાલાએ તેમને મળેલા અધિકારની રૂએ સમગ્ર  જિલ્લાના પોલીસ અધિક્ષકની દરખાસ્ત સાથેની યાદી મુજબના સબજેલ ધ્રાંગધ્રા, સબજેલ સુરેન્દ્રનગર, આર્મી સ્ટેશન ધ્રાંગધ્રા, ઘુડખર અભયારણ્ય, ગ્રીડ પાવર સ્ટેશન ચોરણીયા, ગ્રીડ પાવર સ્ટેશન લીંબડી, ગ્રીડ પાવર સ્ટેશન સીતાગઢ, આઈ.ઓ.સી. પમ્પિંગ સ્ટેશન, ઢાંકી પમ્પીંગ સ્ટેશન, ટેલિફોન એક્સ્ચેંજ-સુરેન્દ્રનગર, ટેલિફોન એક્સ્ચેંજ-ધ્રાંગધ્રા, ડી.સી.ડબલ્યુ ફેક્ટરી ધ્રાંગધ્રા, ફુલ્કુ ડેમ, થોરિયાળી ડેમ, ચામુંડા મંદિર ચોટીલા, ન્યુ રેલવે સ્ટેશન સુરેન્દ્રનગર, પોલીસ વાયરલેસ સ્ટેશન સુરેન્દ્રનગર, વડોદ ડેમ, ધોળીધજા ડેમ, નાયકા ડેમ, ભોગાવો નદી, માઇક્રોવેવ ટાવર સુરેન્દ્રનગર, રેલવે ઓટો એક્સ્ચેંજ સુરેન્દ્રનગર અને ઇમ્પોર્ટેંટ રેલવે યાર્ડ સુરેન્દ્રનગર સહિતના કુલ-24 પ્રતિબંધિત વિસ્તારોમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતા એરીયલ મિસાઇલ કે પેરાગ્લાઇડર રીમોટ કંટ્રોલ, માઇક્રો લાઇટ એરક્રાફટ ચલાવવાની મનાઈ ફરમાવી છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટની યાદીમાં જણાવ્યા મુજબના કુલ -24 પ્રતિબંધિત વિસ્તારોને “નો ડ્રોન ઝોન” જાહેર કરવામાં આવે છે. જો કોઇ ઇસમ ઉપરોકત જાહેરનામાનો ભંગ કરશે, તેમ કરવામાં મદદગારી કરશે તો ભારતીય દંડ સંહિતાની કલમ -188 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code