Site icon Revoi.in

પ્રોજેક્ટ એલિફન્ટનો હેતુ હાથીની સુરક્ષાનોઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજી

Social Share

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આસામના ત્રણ દિવસના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિએ આજે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગજ ઉત્સવ 2023નું ઉદઘાટન કર્યું હતું. ગજ પરિયોજનાના 30 વર્ષ પુરા થયા પ્રસંગે આ ઉત્સવનું આયોજન થયું છે. રાષ્ટ્રપતિ મૂર્મુએ જણાવ્યું હતું કે પ્રોજેક્ય એલિફન્ટનો હેતુ હાથીની સુરક્ષા છે. આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા  તેમજ કેન્દ્રીય  પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ આસામ મુલાકાત દરમિયાન આવતીકાલે ગુવાહાટી હાઇકોર્ટના પ્લેટિનમ જયંતિ સમારંભમાં પણ હાજરી આપશે. રાષ્ટ્રપતિજી આવતીકાલે બપોરના હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થશે.

અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ‘મિહિમુખ પોઈન્ટ’થી પાર્કની અંદર ગયા અને એક શિંગડાવાળા ગેંડા, જંગલી ભેંસ, હરણ અને પક્ષીઓ સહિત અન્ય પ્રાણીઓ અને પક્ષીઓને નિહાળ્યાં હતા. રાષ્ટ્રપતિજી પોતાની સાથે ગજરાજોને ખવડાવવા માટે કેટલીક વસ્તુઓ પણ લઈ ગયા હતા. દિલ્હી રવાના થતા પહેલા આવતીકાલે શનિવારે રાષ્ટ્રપતિજી તેજપુરમાં વાયુસેના કેમ્પ ઉપરથી સુખોઈ 30 એમકેઆઈ યુદ્ધ વિમાનમાં ઉડાન ભરશે. બપોરે તેઓ અસામનો પ્રવાસ પૂર્ણ કરીને હવાઈ માર્ગે દિલ્હી રવાના થશે. દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી આસામના પ્રવાસ ઉપર ગયા છે. આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો સાથે તેઓ સંવાદ પણ કરશે.