આજના સમયમાં મોટાભાગના લોકો એવી નોકરી મેળવવા ઈચ્છતા હોય છે જેમાં તેમને ટેબલ ખુરશી અને એસીની હવા મળી રહે. પણ મોટાભાગના લોકો ભૂલે છે કે ટેબલ ખુરશીની નોકરી પણ નથી સારી અને એસીની હવા પણ નથી સારી.
જાણકારોના કહેવા પ્રમાણે જે લોકો લાંબો સમય એસીમાં બેસીને કામ કરે છે અથવા લાંબો સમય એસીમાં રહે છે તે લોકોની ત્વચા સુકાવા લાગે છે અને તે ડ્રાય થવા લાગે છે. મોટા ભાગના લોકો આ ગેરફાયદાથી વાકેફ છે, પરંતુ તેઓને ACની લત લાગી ગઈ છે.
આવા સમયમાં ત્વચાની સંભાળ લેવા માટે લોકોએ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે શુષ્ક ત્વચા ધરાવતા લોકોને ત્વચાની સંભાળમાં ઓલિવ ઓઈલ લગાવવાની સલાહ આપવામાં આવે છે. તેને ત્વચા પર લગાવવાથી તેની ભેજ જાળવી શકાય છે. આ માટે એક બાઉલમાં બે ચમચી તેલ લો અને તેને ચહેરા પર લગાવો. થોડી વાર ચહેરા પર રાખ્યા બાદ તેને હળવા હાથે કપડાથી લૂછી લો.
આ ઉપરાંત એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર મધને ત્વચાની સંભાળમાં મોઈશ્ચરાઈઝર પણ કહેવામાં આવે છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચાને અંદરથી યોગ્ય કરે છે ACમાં બેઠા હોવા છતાં, તમે તેનાથી ત્વચાને નરમ અને મોઇશ્ચરાઇઝ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે આ લેખને માન્યતાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.