1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચોમાસું લંબાતા મીંઠાના ઉત્પાદનને પડશે ફટકો, અગરિયાઓને પણ બેરોજગારીનો સામનો કરવો પડશે
ચોમાસું લંબાતા મીંઠાના ઉત્પાદનને પડશે ફટકો, અગરિયાઓને પણ બેરોજગારીનો સામનો કરવો પડશે

ચોમાસું લંબાતા મીંઠાના ઉત્પાદનને પડશે ફટકો, અગરિયાઓને પણ બેરોજગારીનો સામનો કરવો પડશે

0
Social Share

અમદાવાદ: રાજ્યમાં ભાદરવો ભરપૂર બન્યો છે. જ્માં ગુલાબ વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે ખેતીપાકને તેમજ મીઠું પકવતા અગરિયાઓને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.ચોમાસાની પેટર્ન બદલાવાના કારણે વરસાદ લંબાયો છે. જેની ગંભીર અસર ગુજરાતના મીઠા ઉત્પાદન પર થઈ રહી છે. ગુજરાત મીઠાનું સૌથી મોટું ઉત્પાદક છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં ચોમાસાની પેટર્ન બદવાતી હોય તેમ છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસુ નવરાત્રિ સુધી લંબાઈ રહ્યું છે, જેના કારણે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં આવેલા મીઠાના અગરોમાં પાણી ભરાયેલા રહે છે. પરિણામે મીઠું પકવી શકાતું નથી અને તેના ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. જો આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો મીઠાની ઉપલબ્ધતા પર સંકટ તોળાઈ શકે છે, તેમ ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ અસોસિએશનનું કહેવું છે. ISMA અગરિયાઓની ઉચ્ચ સંસ્થા છે અને તેના અંદાજ પ્રમાણે, આગામી ત્રણ વર્ષમાં મીઠાના ઉત્પાદનમાં 30 ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ શકે છે. ગુજરાત સરેરાશ 2.86 કરોડ ટન મીઠાનો ઉપયોગ કરે છે પરંતુ ગત વર્ષે લંબાયેલા ચોમાસાના કારણે ઉત્પાદનમાં 1 કરોડનો ઘટાડો નોંધાયો હતો.

ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ અસોસિએશનના સૂત્રોએ જણાવ્યું,  આ વર્ષે મીઠું પકવવાની સીઝન ડિસેમ્બર મહિનાના અંતથી શરૂ થઈ શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગ અને કચ્છના નાના રણમાં મીઠું પકવવાના યુનિટ આવેલા છે ત્યાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયામાં અંદાજિત આઠ ઈંચ વરસાદ પડ્યો છે. પૂર્વ સમુદ્રતટ પર સાઈક્લોનિક સ્થિતિના કારણે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. મીઠાના અગર બનાવી શકાય તે રીતે સંપૂર્ણપણે જમીન સૂકાતાં બે મહિનાથી વધુનો સમય લાગી શકે છે. આ વર્ષે તૌકતે વાવાઝોડાના કારણે મીઠાના ઉત્પાદનની સીઝન મે મહિનામાં જ ટૂંકાઈ ગઈ હતી. નવા ઉત્પાદનની સીઝનમાં વધુ વિલંબ થઈ રહ્યો છે ત્યારે આની અસર ઉત્પાદનમાં પણ જોવા મળશે. આ વર્ષે અંદાજિત 1.7 કરોડ  મીઠાંનું ઉત્પાદન થશે અને આશા છે કે, મીઠું પકવવાની પ્રક્રિયા ડિસેમ્બરથી શરૂ થશે.

એસો.ના સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ગુજરાતનું મીઠાનું વાસ્તવિક ઉત્પાદન નક્કી કરેલા ઉત્પાદનથી ઓછું થાય છે. મીઠા ઉત્પાદકોનું માનીએ તો, 2019-2020માં વરસાદ લંબાતા અને દિવાળી દરમિયાન કમોસમી વરસાદ થતાં મીઠું પકવવાની પ્રક્રિયામાં ખલેલ પડી છે. 2020-21માં કોરોનાના લોકડાઉનના કારણે ઉત્પાદન પ્રક્રિયાને અસર થઈ હતી, 2020માં ભારતમાં મીઠાની તંગી ના વર્તાઈ કારણકે લોકડાઉન દરમિયાન ઈન્ડસ્ટ્રી સંપૂર્ણ કાર્યરત નહોતી જેના કારણે એક્સપોર્ટ પર અસર થઈ હતી. જોકે, આ વર્ષે લંબાયેલા ચોમાસાના કારણે સીઝન ત્રણ મહિના વિલંબિત થઈ છે, જેથી  2022 અથવા 2023માં મીઠાની ઉપલબ્ધિ પર સંકટ આવી શકે છે.  2.86 કરોડ ટન ઉત્પાદનમાંથી 80 લાખ ટનનો ઉપયોગ ભોજનમાં થાય છે જ્યારે 1.20 કરોડ ટનનો ઔદ્યોગિક વપરાશ થાય છે. ભારત એક કરોડ ટન મીઠું એક્સપોર્ટ કરે છે.  આપણે 50-60 લાખ ટન મીઠું પરંપરાગત ભાગીદારી ધરાવતા દેશોને આપવું પડે છે. આ દેશો મીઠા માટે સંપૂર્ણપણે ભારત પર આધારિત છે. એટલે મીઠું મોંઘું નહીં થાય પરંતુ તેની ઉપલબ્ધિની સમસ્યા સર્જાશે. પરંપરાગત રીતે નવરાત્રિથી વરસાદની સીઝન પૂરી થવા લાગે છે. જેથી મીઠાની નવી સીઝન ઓક્ટોબરથી શરૂ થાય છે. પરંતુ આ સીઝન છેલ્લા ત્રણ વર્ષથી બે-ત્રણ મહિના મોડી શરૂ થઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code