આજકાલ વર્કફ્રોમ હોમના કારણએ લોકો જાણે આરામ અનુભવી રહ્યા છે પણ કદાચ તમે નથી જાણતા કે આ આરામ તમારા આરોગ્ય સાથે ચેંડા કરી રહ્યો છે, તો તમારા મનમામં સવાલ થશે કે કઈ રીતે ? તો વાચત એમ છે કે જો તમે કલાકો સુધી એક જ જગ્યા બેસી રહીને લેપટોપ કે પીસી પર કામ કરતા છો તો તામરી આંખો નબળી પડી શકે છે આ સાથએ જ વધુ બેસવાથી શરીરમાં દુખાવો કમરની પીડા લાંબાગાળએ સર્જાય છે.
સ્ટડીના અનુસાર લાંબા સમય સુધી બેસી રહેવાથી કોલોન એટલે કે આંતરડાંનું કેન્સર પણ થઈ શકે છે. એટલું નહીં, કોઈપણ કારણોસર બ્રેસ્ટ અને એન્ડોમેટ્રીઅલ કેન્સર થવાનું જોખમ પણ રહે છે.
લાંબા સમય સુધી બેસી રહેવાથી ગરદન અને ખભામાં દુખાવો થવો સામાન્ય બાબત છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આદત તમને કેન્સર જેવા ગંભીર જોખમમાં મૂકી શકે છે. આવા લોકોમાં હૃદયની બીમારીનું જોખમ પણ વધી જાય છે.
આ સાથે જ બા સમય સુધી બેસી રહેવાથી શરીરના ઘણા અંગોને નુકસાન થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે અને કોલેસ્ટેરોલ વધી શકે છે. બિલ્કુલ નહીં અથવા ઓછું બેસતા લોકોની તુલનામાં લાંબા સમય સુધી બેસી રહેતા લોકોને આ બીમારીઓ થવાની આંશકા બમણી રહે છે.