1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન સેફટી રૂલ્સ – 2024ના સૂચિત નિયમો તૈયાર કરાયા
એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન સેફટી રૂલ્સ –  2024ના સૂચિત નિયમો તૈયાર કરાયા

એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન સેફટી રૂલ્સ – 2024ના સૂચિત નિયમો તૈયાર કરાયા

0
Social Share

ગાંધીનગરઃ રાજકોટના અગ્નિકાંડને પગલે રાજ્ય સરકારે વધુ સજાગ બનીને ફરીવાર આવા બનાવો ન બને તે માટે અને નાગરિકોની સલામતી માટે  એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન સેફટી રૂલ્સ –  2024ના સૂચિત નિયમો તૈયાર કરાયા છે. નાગરિકોના વાંધા સુચનો માટે મોડલ રૂલ્સ ગૃહ વિભાગની વેબસાઈટ પર મૂકાયા છે. મોડસ રૂલ્સ અંગે નાગરિકો આગામી તા. 25 જૂન સુધી  home@gujarat.gov.in પર પોતાના વાંધા-સૂચનો મેઈલ કરી શકશે

પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજકોટ ટી.આર.પી. ઘટના જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા “ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન એકટીવીટીઝ (સેફટી) રૂલ્સ-૨૦૨૪” બનાવવામાં આવ્યા છે. આ સૂચિત નિયમો રાજ્ય સરકારના ગૃહ વિભાગની વેબસાઈટ https://home.gujarat.gov.in/Upload/GAMINGZONE(MODELRULES2024FINALDRAFT%20_11062024.pdf પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

મંત્રીએ કહ્યું હતું કે, આ નિયમો અંગે કોઈપણ નાગરિક પોતાના વાંધા તથા સૂચનો મોકલી શકે છે. જે નાગરિકોએ આ બાબતે વાંધા- સૂચનો હોય તેમને આગામી તા. 25 જૂન, 2024 સુધીમાં ગૃહ વિભાગના મેઈલ આઈડી home@gujarat.gov.in  પર મોકલી આપવાના રહેશે. નિયત તારીખ એટલે કે ૨૫ જૂન બાદ મળેલા સૂચનો-વાંધાઓ ધ્યાને લેવાશે નહીં. ગુજરાત પોલીસ અધિનિયમ- 1951 ની કલમ- 33 હેઠળ પોલીસ કમિશનર તથા જિલ્લા મેજિસ્ટ્રેટઓને આ અંગે નિયમો બનાવવાની સત્તા છે. તેઓ આ નિયમને આખરી કરશે તે બાદ તેને પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ મંત્રી એ ઉમેર્યુ હતુ.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code