Site icon Revoi.in

પાકિસ્તાનમાં નાના બાળક સામે ઈશનિંદા હેઠળ કાર્યવાહી, થઈ શકે છે આવી સજા

Social Share

દિલ્હીઃ પાકિસ્તાનમાં હેરાન કરનારી એક ઘટના સામે આવી છે. માત્ર આઠ વર્ષના બાળકને અહીં મોતની સજાનો સામનો કરવો પડી શકે છે. આ બાળક સામે ઈશનિંદાનો આરોપ લાગ્યો છે. દેશમાં આ પહેલો નાનો બાળક ઉપર ઈશનિંદાનો આરોપ લાગ્યો છે અને કેસ ચલાવવામાં આવી રહ્યો છે. કાયદાના જાણકારો પણ આ સાંભળીને ચોંકી ઉઠ્યાં છે.

દરમિયાન પરિવારજનોએ કહ્યું હતું કે, બાળકને ફસાવવામાં આવી રહ્યો છે. બાળકને ઈશનિંદા કાનૂન શું છે તે ખબર જ નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે વચ્ચે બાળક છુટ્યાં બાદ પંજાબ પ્રાંતના રહીમ યાર ખાનમાં કટ્ટરપંથીઓએ હિન્દુ મંદિર ઉપર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ બાળક અને તેના પરિવારજનો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે સૈનાને તૈનાત કરવામાં આવી છે.

બાળક ઉપર આરોપ છે કે, તેણે ગયા મહિને એક મદરેસાના પુસ્તકાલયમાં એક કાલીન પર જાણીજોઈને પેશાબ કર્યો હતો. અહીં ધાર્મિક પુસ્તક રાખવામાં આવ્યાં હતા. મીડિયા રિપોર્ટ અનુસાર બાળકના એક પરિવારજને કહ્યું હતું કે, બાળકને અત્યાર સુધી ઈશનિંદા કાનૂન અંગે ખબર નથી. તેને ખોટો ફસાવવામાં આવી રહ્યો છે. બાળકને ક્યાં ગુનામાં જેલમાં લઈ જવાયો હતો તે પણ તેને ખબર નથી. રિપોર્ટ અનુસાર ઈશનિંદાના આરોપમાં મોતની સજા થાય છે.

બાળકના પરિવારજનોએ કહ્યું હતું કે, અમે પોતાની દુકાનોમાં કામ છોડી દીધું છે. સમગ્ર હિન્દુ સમુદાય ડરેલો છે. અમે પરત તે વિસ્તારમાં જવા નથી માંગતા, અમારી સાથે બદલો લેવા માટે હુમલો કરવામાં આવે તેવી શકયતા છે. અમારી સુરક્ષા માટે યોગ્ય પગલા લેવા જોઈએ. કાયદાના જાણકારોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના ઈતિહાસમાં અત્યાર સુધી આટલી નાની ઉંમરની વ્યક્તિ સામે ઈશનિંદા કાનૂન નથી લગાવવામાં આવ્યો.