અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ટેક્સી અને ઓટોરિક્ષાને એક કિમી દુર પાર્કિંગ અપાતા વિરોધ
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ટેક્સી અને ઓટોરિક્ષાઓને પાર્કિંગ એક કિલોમીટર દુર અપાતાં ટેક્સી ચાલકોએ ભારે વિરોધ કર્યો છે. અને હડતાળ પર ઉતરી ગયા હતા. એટલે ટેક્સીની પ્રિ-પેઈડ સેવા ખોરવાઈ ગઈ હતી. ટેક્સીચાલકો એરપોર્ટ ટર્મિનલની નજીક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જ્યારે એરપોર્ટ ઓથોરિટી પોતાના નિર્ણયમાં મક્કમ છે. એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિક વધી રહ્યો છે. પ્રવાસીઓને લેવા અને મુકવા માટે ખાનગી વાહનો પણ મોટી સંખ્યામાં આવતા હોવાથી તમામ વાહનોની ટર્મિનલની નજીક પાર્કિંગની વ્યવસ્થા કરવી શક્ય નથી.
શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ટેક્સી સાથે ઓટો રિક્ષા ચાલકોએ એરપોર્ટ ઓથોરિટીના નિર્ણયનો વિરોધ કર્યો હતો. સોમવારે વહેલી સવારથી જ ટેક્સી ચાલક ઓથોરિટીના નિર્ણયનો વિરોધ નોંધાવીને હડતાળ પર ઉતર્યા હતા. કારણ કે એરપોર્ટ ઓથોરિટીએ પ્રીપેડ ટેક્સી અને ઓટો રિક્ષાઓ માટે પાર્કિંગની વ્યવસ્થા એક કિલોમીટરથી વધુ દુર સુવિધા આપવામાં આવી છે. તેથી ટેક્સી અને ઓટો રીક્ષા ચાલકો હડતાળ પર વિરોધ પર ઉતર્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર લગભગ 250 ટેક્સી અને 150 જેટલી ઓટો રિક્ષાઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે પ્રીપેડ ટેક્સી બુક કરીને એરપોર્ટ ખાતે આવનારા મુસાફરો નંબર પ્રમાણે ટેક્સી ઓટો લેતા હોય છે. આ ઉપરાંત અન્ય કારસેવા આપતી કંપનીઓની સેવા પણ એરપોર્ટ પર ઉપલબ્ધ હોય છે. મુસાફરો ફુટેજ ટેક્સી બુક કરી શકે છે. તેને કારણે વર્ષોથી એરપોર્ટ પર ઉભા રહીને સવારી મેળવતા ઓટો અને ટેક્સી ડ્રાઇવરની રોજીરોટી પર માર પડ્યો હતો, ત્યારે ફરી એકવખત એરપોર્ટ ઓથોરિટી દ્વારા પ્રીપેડ ટેક્સી અને ઓટો રિક્ષા ચાલકોને હાલના પાર્કિંગ કરતા એક કિલોમીટરથી વધુ અંતર પર પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે.
એરપોર્ટ ઑટો અને કારચાલક યુનિયનના પ્રમુખ તાહિર કાજીએ જણાવ્યું હતું કે, લોકો છેલ્લા 40 વર્ષથી આજ સ્થળ પર ગાડી અને રિક્ષા મુકીની સવારી મેળવે છે. એરપોર્ટ દ્વારા એક કિલોમીટર કરતાં વધુ અંતર પર પાર્કિંગની સુવિધા આપી છે. એટલે મુસાફરો સામાન સાથે આવતા હોવાથી એક કિલોમીટર જેટલું ચાલી શકે તે શક્ય નથી. ફ઼િલ્મ સ્ટાર વિદેશી કંપનીઓને ટેક્સી લઈ પોતાના સ્થાન પર પહોંચે છે. જેને કારણે અમારા ધંધા પર માર પડશે. એક કિલોમીટર દૂર જો પાર્કિંગમાં આવશે. તો ઘણા બધા લોકોને નુકસાન વેઠવું પડશે. આ ઉપરાંત સવારી પણ ઓછી મળે તેવી સંભાવના છે. તેથી જ્યાં સુધી અમને આ મુદ્દે નક્કર ઉત્તર નહીં મળે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે.