- અગ્નિપથ યોજનાનો સખ્ત વિરોધ
- યુવાનોએ રસ્તાઓ રોક્યા
- બિહારમાં પ્રદર્શન ઉગ્ર બન્યું
- રાજસ્થાનમાં પણ નિરોધ નોંધાયો
દિલ્હીઃ- તાજેતરમાં સેનામાં ભર્તી કરવાને લઈને થોડા બદલાવ કરવામાં આવ્યા છે. આ સાથે જ અગ્નિપથ યોજના વિકસાવવામાં આવી છે જો કે દરેક લોકોને કેન્દ્રનો ા નિર્મય પસંદ આવ્યો નથી, જેને લઈને સમગ્ર દેશના કેટલાક વિસ્તારોમાં જોરદાર વિરોધ નોંધાવાયો છે
પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશના જૂદા જૂદા વિસ્તારોમાં અગ્નિપથ યોજના સામે પ્રદર્શન થઇ રહ્યા છે. મંગળવારે આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી અને બુધવારે સવારે બિહારના ઘણા જિલ્લાઓમાં વિદ્યાર્થીઓએ તેની વિરુદ્ધ મોરચો ચલાવ્યો હતો. એટલું જ નહીં, ગુરુવારે ફરી એકવાર મુંગેર, કૈમુર, સહરસા, છપરા સહિત અનેક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા છે.
યુપી બિહાર અને રાજસ્થાનમાં પ્રદર્શન
જો બિહારની વાત કરીએ તો બિહારના કૈમુરમાં વિદ્યાર્થીઓએ ઇન્ટરસિટી એક્સપ્રેસને આગ ચાંપી હતી અને ઘણી જગ્યાએ રસ્તાઓ રોક્યા આ સાથે જ ટાયરો સળગાવીને વિરોધ કરી રહ્યા છે. આ સાથે જ વિરોધ કરનારાઓ એ આરા રેલ્વે સ્ટેશનમાં તોડફોડ કરી હતી. અહીં હાજર રેલ્વે ઓફિસમાં પણ તોડફોડ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે
આ સાથે જ રાજધાની દિલ્હીમાં પણ વિદ્યાર્થીઓ એ આ યોજના સામે મોચરો ખોલ્યો છે.કેન્દ્ર સરકાર દ્વારા લશ્કરની ભરતી માટે તાજેતરમાં રજૂ કરાયેલી અગ્નિપથ યોજનાનો દિલ્હી-એનસીઆર માં ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુરુવારે વિદ્યાર્થીઓએ રસ્તા રોક્યા હતા, જ્યારે વિદ્યાર્થીઓએ દિલ્હીના નાગલોઈ વિસ્તારમાં રેલવે ટ્રેક બ્લોક કરી દીધા હતા.
જો રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હી-જયપુર હાઈવે રોકવામાં આવ્યો છે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન થી રહ્યુંવ છે.
બીજી તરફ યુપીના બરેલીમાં સેનાની તૈયારી કરી રહેલા યુવાનોએ વિરોધ શરૂ કર્યો છે. બિહારથી શરૂ થયેલ આ આંદોલનની આગ દેશના વિવિધ રાજ્યોમાં ફેલાઈ રહી છે.
ત્યારે બીજી તરફ હરિયાણા પણ આ વિરોધમાં પાછળ નથી,હરિયાણાના ગુરુગ્રામમાં પણ અગ્નિપથ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. ગુરુગ્રામમાં દિલ્હી-જયપુર હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો છે. તે જ સમયે, યુવાનોએ બિલાસપુર પોલીસ સ્ટેશન વિસ્તારને અડીને આવેલા નેશનલ હાઈવે 48 ને પણ બ્લોક કરી દીધો છે. યુવાનોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી સેનામાં ભરતી થઈ નથી હવે માત્ર 4 વર્ષે જ ભરતી થશે.જે યોગ્ય નથી આ યોજનાને લઈને અનેક રાજ્યોના યુવાઓમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો છે.