- અગ્નિપથ યોજનાને લઈને વિરોધ
- દેશના જૂદા જૂદા સ્થળોએ પ્રદર્શન
- ટ્રેનને આંગ ચાપવાની ઘટના પણ સામે આવી
- યુવાઓ આ યોજનાનો કરી રહ્યા છે ભારે વિરોધ
દિલ્હીઃ- નરેન્દ્ર મોદી સરકારે આ અઠવાડિાના મંગળવારના રોજ સેનામાં ભરતીને લઈને ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત કરી હતી. દેશના અનેક રાજ્યોમાં તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. યુવાઓને સરકારની આ યોજનાથી વામધો પડી રહ્યો છે એવી સ્થ્તિમાં દેશના જૂદા જૂદા રાજ્યોમાંથી ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે સતત ત્રીજા દિવસે આ બબાતનું વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે.
ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશમાં તેની વધુ અસર વર્તાઈ રહી છે અગ્નિપથ યોજના સામે વિરોધ આજે પણ ચાલુ છે. આંદોલનકારીઓએ આ યોજનાને તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે. સરકાર અત્યારે આ માટે તૈયાર જણાતી નથી. જો કે, ગઈકાલે ચોક્કસપણે સુધારો કરવામાં આવ્યો હતો. આ વર્ષની મહત્તમ વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવામાં આવી છે.
યુપી -બિહારમાં સ્થિતિ વણસી રહી છે – ટ્રેનમાં આગ ચાપવાની ઘટના સામે આવી
બિહાર-યુપીમાં સવારથી જ યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બિહારના બક્સર, સમસ્તીપુર અને મુંગેર અને ઉત્તર પ્રદેશના બલિયામાં હંગામો થયો હોવાના અહેવાલ છે. આ સ્થળોએ યુવાનોએ ગઈકાલની જેમ રેલને નિશાન બનાવીને પાટા પર બેસીને વિરોધ શરૂ કર્યો છે. સમસ્તીપુરમાં બદમાશોએ જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના કોચમાં આગ લગાવી દીધી. બલિયામાં પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યાના સમાચાર છે.
બિહારના સમસ્તીપુરમાં શુક્રવારે સવારે પ્રદર્શનકારીઓએ જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દીધી હતી. ટ્રેનની બે બોગી બળીને રાખ થઈ ગઈ હતી. આ ઘટના હાજીપુર-બરૌની રેલ્વે સેક્શનના મોહિઉદ્દીનકર સ્ટેશનની જણાવવામાં આવી રહી છે.