બિહારના પટનામાં બીજેપી નેતાઓનું વિરોધ પ્રદર્શન -પોલીસ દ્રારા લાઠીચાર્જમાં બીજેપીના એક નેતાનું મૃત્યું
પટનાઃ- બિહારની રાજઘાની પટનામાં આજરોજ ગુરુવારે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ પર પોલીસ દ્રારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જાણકારી પ્રમાણે આ ઘટનામાં ભાજપના એક નેતાનું મૃત્યુ થયું છે.
ઉલ્લેખનીય છે કે પટનામાં હાલ બીજેપી કાર્યકર્તાઓ દ્રારા વિરોધ પ્રદર્શ કરવામાં આવી રહ્યું છે શિક્ષકોની નિમણૂકને લઈને ભાજપના નેતાઓ બિહાર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, ભાજપના નેતાઓ જ્યારે ‘વિધાનસભા માર્ચ’ કાઢી રહ્યા હતા ત્યારે તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. સુરક્ષાકર્મીઓએ પાણીની તોપોનો ઉપયોગ કર્યો હતો અને ભાજપના કાર્યકરોને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો.
આ મસગ્ર મામલા અંગે ભાજપના નેતાઓનું કહેવું છે કે પટનામાં ડાકબંગલા ચોક પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જહાનાબાદ શહેરમાં થયેલા લાઠીચાર્જમાં ભાજપના મહાસચિવ વિજય કુમાર સિંહ ઘાયલ થયા હતા,ઈજાગ્રસ્ત થયા બાદ બીજેપી નેતાને પીએમસીએચ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
બીજેપી કાર્યકરના મૃત્યુની પુષ્ટિ પાર્ટીના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ પણ કરી છે. બીજી તરફ બીજેપી ધારાસભ્ય સંજીવ ચૌરસિયાએ કહ્યું છે કે જહાનાબાદના જનરલ સેક્રેટરીની હત્યા નહીં પરંતુ હત્યા કરવામાં આવી છે અને આ હત્યા બિહાર સરકાર દ્વારા કરવામાં આવી છે. જોકે, પટનાના એસએસપીએ મૃત્યુની પુષ્ટિ કરી નથી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પટનાના ગાંધી મેદાનથી વિધાનસભા સુધીની કૂચ દરમિયાન પટના પોલીસે ભાજપના કાર્યકરો પર તોડફોડ કરી હતી અને ભારે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા.