1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખરીદી માટે 62,500 ખેડૂતોને રૂ.375 કરોડની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર
ખરીદી માટે 62,500 ખેડૂતોને રૂ.375 કરોડની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર

ખરીદી માટે 62,500 ખેડૂતોને રૂ.375 કરોડની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર

0
Social Share

અમદાવાદઃ સરકારે ટ્રેક્ટર ખરીદી માટે 62,500 ખેડૂતોને રૂ.375 કરોડની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે. 52,516 ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે રૂ.315.09 કરોડની સહાય માટે પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યાં છે. ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. માનવશ્રમ ઘટાડતા આ સાધનોની બજાર કિંમત વધુ હોવાથી ખેડૂતોનો એક મોટો વર્ગ આ સાધનોની ખરીદી કરી શકતો નથી. જે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વિવિધ મશીનરીની ખરીદીમાં તમામ વર્ગના ખેડૂતોને નાણાંકીય સહાય આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતલક્ષી સહાયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના બજેટમાંથી ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે ચાલુ વર્ષે ગુજરાત સરકારે બજેટ જોગવાઈમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી ટ્રેક્ટરની ખરીદી માટે અપાતી સહાયના માટે 62,500 ખેડૂતોને રૂ.375 કરોડની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે, જે ગત વર્ષના બજેટની સરખામણીએ 237 ટકા જેટલી છે. આ ઉપરાંત કંબાઈન હાર્વેસ્ટર, પાવર ટીલર તેમજ રોટાવેટર, ઓટોમેટીક ઓરણી, પ્લાઉ, થ્રેશર જેવા ટ્રેક્ટર સંચાલિત સાધનો માટે પણ બજેટમાં રૂ.240 કરોડની જોગવાઈ મંજૂર કરાઈ છે, જે ગત વર્ષના બજેટની સાપેક્ષે 351 ટકા જેટલી છે.

ચાલુ વર્ષે બજેટમાં મંજૂર કરાયેલી જોગવાઈ અનુસાર કામગીરી પૂર્ણ કરવા માટે કૃષિ વિભાગને અત્યાર સુધીમાં ટ્રેક્ટર ખરીદી સહાય માટે 62,500ના લક્ષ્યાંક સામે 59,828 અરજીઓ મળી હતી. જેની પૂર્તતા કર્યા બાદ કૃષિ વિભાગ દ્વારા 52,516 ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે રૂ.315.09 કરોડની સહાય માટે પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યાં છે. ઉપરાંત વિવિધ ખેત ઓજારો માટે પણ જોગવાઈ મુજબ કામગીરી પૂર્ણ કરવા મળેલી ૩૩,૭૧૩ અરજીઓ પૈકી પાત્રતા ધરાવતા 32,494 ખેડૂતોને ખેત ઓજારો ખરીદી માટે રૂ.249 કરોડની સહાય માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. આમ, બંને ઘટકને મળી રાજ્યના કુલ 85 હજાર જેટલા ખેડૂતોને કુલ રૂ.564 કરોડથી વધુની સહાય માટે પૂર્વ મંજૂરી અપાઈ છે.

ખેડૂતોના હિતને વરેલી ગુજરાત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ટ્રેકટર ખરીદીમાં સહાય માટે કુલ 1,92,785 જેટલા લાભાર્થીને રૂ.912.50 કરોડની સહાય આપવામાં આવી છે. ખેતી માટે વપરાતા વિવિધ ખેત ઓજારો માટે પણ છેલ્લા પાંચ વર્ષમાં 1,28,141 ધરતીપુત્રોને રૂ.409.52 કરોડની સહાય આપવામાં આવી છે. અગાઉના વર્ષોમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર અને વિવધ ખેત ઓજારોમાં સહાય માટે ઓનલાઈન અરજીઓ મળતી હતી. જેની સામે સહાય માટે મંજૂર બજેટ મુજબ ટ્રેક્ટર માટે 65 થી 70 ટકા ખેડૂતોને ખરીદી માટે પૂર્વ મંજૂરી આપી શકાતી. જ્યારે વિવિધ ખેત ઓજારો માટે 15 થી 20 ટકા ખેડૂતોને જ ખરીદી માટે પૂર્વ મંજૂરી આપી શકાતી હતી.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code