ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર LLBમાં પ્રવેશ માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અપલોડ કરાયું
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર ત્રણ વર્ષ એલએલ.બી.એડમિશન માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અપલોડ કરવામાં આવ્યું છે.ઓનલાઇન અરજી કરનારા દરેક વિદ્યાર્થીને પોતાના યુઝર આઈડી અને પાસવર્ડ વડે વેબસાઈટ પર લોગ ઇન થઇ તેમનાં નામ તથા મેરિટ ક્ર્માંક્ની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાત યુનિ.ના પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ એલએલબીમાં પ્રવેશ માટેની મેરિટ યાદી યુનિની વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના યુઝર આઈડી પાસવર્ડથી લોગિંન થઈને યાદીમાં પોતાનું નામ છે કે નહીં તેની ચકાસણી કરી શકશે. જે વિદ્યાર્થીના ફોર્મ ‘અંડર ક્વેરી’હોય પોતાના યુઝર આઈડી અને પાસવર્ડથી લૉગ ઇન થઈ તેમણે કરેલી ઓન લાઈન અરજી ખોલી તેમાં એટેચ્મેન્ટમાં જઈ ‘એટેચ્મેન્ટ ચેન્જ’ઉપર ક્લિક કરી ખૂટતા દસ્તાવેજો કે માર્કશીટ નીચેની તારીખ અને દિવસો દરમિયાન અપલોડ કરવાના રહેશે. અંડર ક્વેરી વાળા ફોર્મ માટે ઇ મેઈલ ન કરવા સુચના આપવામાં આવી છે. ‘અંડર ક્વેરી’ વાળા ફોર્મની ખૂટતી માહિતી પોતાના યુઝર આઈ ડી અને પાસવર્ડથી અપલોડ શનિવારના સાંજના 5 વાગ્યા સુધી કરી શકાશે. ઉપરોક્ત દિવસ બાદ વિદ્યાર્થીની અરજીની વિગતોમાં કોઇ સુધારો થઇ શકશે નહીં.જે વિધાર્થીને મેરિટ ક્ર્માંક તથા અન્ય વિગતોમાં ક્ષતિ જણાય (અંડર ક્વેરી ફોર્મ સિવાય) તો તેમણે દર્શાવેલા ઈ મેઈલ ઉપર શનિવારે સાંજે 5. વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી જરૂરી માર્કશીટ કે દસ્તાવેજોની કોપી સાથે અપલોડ કરવી. વિદ્યાર્થીએ ઓન લાઈન અરજી કરતી વખતે પોતાનું નામ, યુઝર આઈડીઅને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અવશ્ય લખવો. કારકુની ભૂલ કે મેરિટ ક્ર્માંકમાં ભૂલ વગેરેમાં અસલ દસ્તાવેજોની અપલોડ કરેલી કોપીના આધારે યોગ્ય કેસોમાં જોગવાઇઓ મુજબ સુધારો થઇ શકશે. ઉપરોક્ત તારીખ અગાઉ કરવામાં આવેલા ઈ મેઈલ ધ્યાને લેવાશે નહિ.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓએ આ નોટિસ પ્રસિદ્ધ થયા બાદ નિયત સમયમાં કરેલા ઈ મેઈલ જ ધ્યાને લેવાશે. આથી અગાઉ માર્ક્સ સુધારા બાબતે ઈ મેઈલ કરેલા હોય તેવા વિદ્યાર્થીઓએ ફરીથી નિયત સમયમાં ઈ મેઈલ કરવાના રહેશે. આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ દ્વારા કોઇપણ કોલેજ કે એડમિશન ફાળવવામાં આવેલ નથી. જો કોઇ વિદ્યાર્થીને મેરિટક્ર્માંક/માર્કસમાં કોઇ ભૂલ ન હોય તો તેમણે ફાઇનલ મેરિટ લિસ્ટ સુધી રાહ જોવી