Site icon Revoi.in

દિવાળી અને બેસતાવર્ષ વચ્ચે ધોકાના દિને જાહેર રજાની સરકારી કર્મચારીઓએ કરી માગ

Social Share

અમદાવાદઃ   પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. હાલ દિવાળી તહેવારો દરમિયાન ઘણાબધા પરિવારોએ પર્યટન સ્થળોએ ફરવા જવા માટે બુકિંગ કરાવી દીધા છે. સરકારી કર્મચારીઓએ પણ પોતાને મળતી રજાઓ મુજબ પરિવાર સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી દીધું છે. ઘણા પરિવારોએ પોતાના માદરે વતનમાં જઈને તહેવારો ઉજવવાનો પ્લાન કર્યો છે. તા.11મીને કાળી ચૌદસના દિને બીજો શનિવાર હોવાથી સરકારી કચેરીઓમાં જાહેર રજા રહેશે. તા. 12મીને રવિવારે દિવાળી છે. એટલે રવિવારે પણ જાહેર રજા છે. 13 નવેમ્બરને સોમવારે પડતર દિવસ છે, એટલે કે ધોકે છે. અને 14મી નવેમ્બરે બેસતુ વર્ષ છે. એટલે 13મી નવેમ્બરના દિવસની જાહેર રજા આપવામાં આવે તો કર્મચારીઓને સળંગ રજાઓનો લાભ મળી શકે તેમ હોવાથી ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિ દ્વારા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ખાસ પત્ર પાઠવી રજૂઆત કરી છે.

દિવાળી પર્વ તા.12 નવેમ્બરને રવિવારે છે અને બીજા દિવસે તા.13નાં રોજ ધોકો છે. ત્યારે આ પડતર દિવસની રજા જાહેર કરવા માટે ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિ દ્વારા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ખાસ પત્ર પાઠવી રજૂઆત એવી રજુઆત કરી છે. કે, તા.12થી દિવાળીના તહેવારો સળંગ ચાલુ થાય છે. આથી જો તા.13નાં પડતર દિવસની રજા જાહેર કરવામાં આવે તો રાજય સરકારના હજારો કર્મચારીઓને તેના વતનમાં જઈ સળંગ રજાનો આનંદ માણી શકે તેમ છે. અન્ય કોઈ રજાના દિવસે સરકારી કચેરીઓ ચાલુ રાખીને તેના બદલે 13મી નવેમ્બરને સોમવારે જાહેર રજા આપવી જોઈએ,

ગાંધીનગરના સચિવાલયના કર્મચારીઓએ પણ એવી લાગણી વ્યક્ત કરી હતી કે, કાળી ચૌદશના દિને બીજો શનિવાર હોવાથી સરકારી કચેરીઓમાં રજા હશે, જ્યારે 12મી નવેમ્બરને રવિવારે  દિવાળી છે. વચ્ચે એક દિવસ પડતર છે, અને તા.14 નવેમ્બરના રોજ  નૂતન વર્ષ છે. એટલે તા.13/11/2023ના રોજ પડતર દિવસની જાહેર રજા ગણવામાં આવે તો  રાજય સરકારના કર્મચારીઓને સળંગ રજાનો લાભ મળે અને કર્મચારીઓ પોતાના વતનમાં રજાનો આનંદ પાણી શકે તે હેતુથી તા.13ના રોજ પડતર દિવસની રજા જાહેર કરવા વિનંતી  કરી છે. (File photo)