Site icon Revoi.in

બૈરુત ધમાકા બાદ જનતામાં ભારે આક્રોશ -લેબનાનના પ્રધાનમંત્રીએ આપ્યું રાજીનામુ

Social Share

બૈરુતમાં સતત ત્રણ દિવસોથી જુદા જુદા સ્થળો પર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, વિરોધ કરનારાઓ લેબનાનની સંસદને પર ઘેરી રહ્યા છે,ત્યારે આ સમગ્ર ઘટનાને જોતા બૈરુતના પ્રધાનમંત્રીએ રાજીનામુ આપવાનું એલાન કર્યુ છે અને કહ્યું કે ઈશ્વર લેબનાનની રક્ષા કરે.

લેબનાનના પ્રધાનમંત્રીએ પોતાના પદભારથી રાજીનામુ આપ્યું છે,સોમવારના રોજ તેમણે આ રાજીનામુ જાહેર કર્યુ, હાલ બૈરુતમાં થયેલા ધમાકાને લઈને સમગ્ર બૈરુતમાં જુદા જુદા સ્થળો પર પુર જોશમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે,ત્યારે આ બાબતે પ્રધાન મંત્રીનું કહેવું છે કે,આ દેશમાં ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે, જે દેશના હિતોને પણ પાછળ છોડી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, વિતેલી 4 ઓગસ્ટના રોજ બૈરુતના અમોનિયમ કન્સાઇમેન્ટમાં એક મોટો બ્લાસ્ટ થયો હતો. લેબનાનના ઇતિહાસમાં આવી જીવલેણ ઘટના આ પહેલા ક્યારેય જોવા નહોતી મળી. આ બ્લાસ્ટમાં 160 લોકોનાં મોત નીપજ્યાં હતા તો 6 હજાર લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ, સમગ્ર લેબનાનમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે અને વિરોધકર્તાઓ દ્વારા સરકાર દ્વારા રાજીનામું આપવાની માંગ કરવામાં આવી હતી.વિતેલા દિવસો દરમિયાન અહીંના ત્રણ મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ ટીવી પર પ્રસારીત સંબોધનમાં વડા પ્રધાન હસન ડેબ એ કહ્યું કે તેમની આખી સરકાર રાજીનામું આપી રહી છે.

વિતેલા ઓક્ટોબર મહિનાથી જ લેબનાનમાં છૂટાછવાયા પ્રદર્શન ચાલી રહ્યા છે,લેબનાનના લોકોનો આરોપ છે કે,અહીની સરકાર ભ્રષ્ટાચારમાં એટલી ગળાડૂબ બની છે કે,તેમને જનતના કલ્યાણની કોઈ જ ચિંતા નથી,જો કે સરકાર સતત વિરોધ વચ્ચે પણ ચાલતી રહી છે, પરંતુ બૈરુતના બ્લાસ્ટ બાદ સરકારે હાર માનવી પડી અને છેવટે રાજીનામા સુધી વાત આવી પહોચી, જો કે બીજી તરફ લેબનાનના વડાપ્રધાન એ આ માટે બીજા નેતાઓને જવાબદાર ગણાવ્યા છે.

સાહીન-