Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર બની ‘પૂજાદેવી’ – લોકોના વિરોધ વચ્ચે તેના સપનાને આપ્યું વ્યવસ્યાનું સ્વરુપ

Social Share

જમ્મુઃ-પાંચ વર્ષ પહેલાં પોતના શોખ માટે ડ્રાઇવિંગ શીખતી પૂજા દેવીનું એક સપનું હતું કે  કોઈ દિવસે કોઈ મોટી ગાડી ચલાવે, ત્યારે વિતેલા દિવસને બુધવારે પુજાના સપનાને પાખો મળી , અને છેવટે તે બસોહલીના સાદર ગામની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર બનીને બસ ડ્રાઈવર તરીકેની નોકરી સ્વીકારી ેક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું.

બુધવારની સવારે જમ્મુથી કઠુઆ અને કઠૂઆથી જમ્મુની વચ્ચે  ચાલનારી બસ  બસની ડ્રાઈવર હતી પૂજા દેવી . જોનારા આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થયા ત્યાં બસ ચલાવવાની ખુશીમાં તેના ચહેરા પર એક એલગ ચમક જોવા મળી હતી. પૂજાનો પરિવાર અને આજુબાજુના લોકો શરુાતથી જ તેના આ શોખનો વિરોધ કરતા હતા  ત્યારે હવે આ દ્રશ્ય જોઈને તેઓ પણ ગોરવ લઈ રહ્યા હતા. હવે પૂજા અન્ય મહિલાઓને પણ ડ્રાઇવિંગ શીખવવા માટે કટિબદ્ધ છે. અગાઉ, પૂજાએ કેટલાક મહિનાઓથી જમ્મુ અને કઠુઆ વચ્ચે ટ્રક પણ ચલાવી હતી.

પૂજા પાસે હેવી વ્હિકલ્સ ચલાવવાનો અનુભવ અને લાઈસન્સ  હતું

જમ્મુ-કઠૂઆ બસ યુનિયનના મહાપ્રબંધક રછપાલ સિંહે કહ્યું,  કે બે દિવસ પહેલા પૂજા તેમના પાસે આવી હતી અને બસ ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, કારણ કે તે પહેલા ટ્રક ચલાવતી હતી અને તેના પાસે હેવી વ્હિકલ્સ ચલાવવા માટેનું લાઈસન્સ પણ છે, આવી સ્થિતિમાંતેને બસ ડ્રાઈવર તરીકે રાખવી કોઈ મુશ્કેલી નહોતી,. સવારે 11 વાગ્યેને 52 મિનિટની પૂજા  બસ લઈને જમ્મુથી કઠૂા પહોંચ હતી અને સાંજે પરત ફરી હતી.

પૂજાના આ કાર્યથી પરિવાર પહેલા વિરોધ કરતો હતો

પૂજા, બસનું સ્ટીઅરિંગ પકડીને પોતાને ભાગ્યશાળી મહિલા માને છે. તે કહે છે કે બાળપણમાં જોયેલું સપનું હવે પૂરું થઈ ગયું છે. આ માટે ઘણી લડત આપી છે. પતિ અને પરિવારની ઇચ્છા વિના આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ હતી. પૂજા કહે છે કે તેને મોટી ગાડી ચલાવવાનું મન  પહેલાથી જ બનાવી લીધું છે, પરંતુ જ્યારે તેણે પરિવાર પ્રત્યે તેની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે તેનો પરિવાર નહોતો ઇચ્છતો કે તેની પુત્રી ઘરની બહાર જઇને આ રીતે વાહન ચલાવે. પૂજા કહે છે કે તેણે મહિલાઓના પગમાં બાંધેલી બેડીઓ તોડવાનું શરૂ કર્યું છે અને ઈચ્છે છે કે અન્ય મહિલાઓ પણ તેમના સપના આ રીતે જ પૂરા કરે.

હવે પૂજા  ડ્રાઈવર બનીને મહિલાઓને પણ બસ શીખવાડશે અને તે જમ્મુ કાશ્મીરની પ્રથમ મહિલા હશે કે જેણે બસ ડ્રાઈવર તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો હોય.તેણે જોયેલા સપનાને તેણે ઉડાન આપી છે અને એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

સાહિન-