Site icon Revoi.in

નવમાં નોરતે કરો માં સિદ્ધિદાત્રીની પૂજા,જાણો પૂજા વિધિ

Social Share

નવરાત્રીના અંતિમ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દેવી માતાનું પૂર્ણ સ્વરૂપ છે. આ દેવીનો સૌથી સંપૂર્ણ અવતાર માનવામાં આવે છે. આ દિવસે માત્ર દેવી માતાની પૂજા કરવાથી સમગ્ર નવરાત્રીની પૂજાનું ફળ મળે છે.દેવતા હોય કે મનુષ્ય, માતા સિદ્ધિદાત્રી જ બધાને સિદ્ધિ આપે છે.તેથી તેમની પૂજા વિના નવરાત્રીનો તહેવાર સફળ માનવામાં આવતો નથી.તો,ચાલો જાણીએ નવરાત્રીના છેલ્લા દિવસે કેવી રીતે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે કન્યા પૂજાનું શું મહત્વ અને મુહૂર્ત છે.

મા સિદ્ધિદાત્રીનો મહિમા 

માતા સિદ્ધિદાત્રી નવદુર્ગાનું નવમું અને અંતિમ સ્વરૂપ છે.તે દેવી છે જે તમામ વરદાન અને સિદ્ધિઓ આપે છે.તેઓ કમળના ફૂલ પર બિરાજમાન છે અને તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે.યક્ષ, ગંધર્વ, કિન્નરો, નાગ, દેવી-દેવતાઓ અને મનુષ્યો બધા તેમની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. નવમીના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી નવરાત્રિના 9 દિવસની પૂજાનું ફળ મળે છે.

 નવરાત્રી નવમી ક્યારે છે?

શારદીય નવરાત્રિની નવમી તિથિ 03 ઓક્ટોબરે બપોરે 04:37 વાગ્યે શરૂ થઈ અને 04 ઓક્ટોબરે બપોરે 02:20 વાગ્યે સમાપ્ત થશે.ઉદયતિથિ અનુસાર નવરાત્રિ નવમી તિથિ 04 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.

 મા સિદ્ધિદાત્રીની પૂજા વિધિ

નવમી તિથિ પર શરીર અને મન શુદ્ધ રહીને માતાની સામે બેસો. તેમની સામે દીવો પ્રગટાવો અને તેમને નવ કમળના ફૂલ અર્પણ કરો.મા સિદ્ધિદાત્રીને નવ પ્રકારના ભોજન અર્પણ કરો. માતાના મંત્ર ॐ ह्रीं दुर्गाय नमः” નો શક્ય તેટલો જાપ કરો.અર્પિત કરેલા કમળના ફૂલને લાલ કપડામાં લપેટી લો.દેવીને ચઢાવવામાં આવેલ ખાદ્યપદાર્થોને પહેલા ગરીબોમાં વહેંચો અને પછી જાતે જ ખાઓ.