મુંબઈઃ ભારતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતા વિવિધ રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બીજી લહેરમાં મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જો કે, હવે અનલોકની પ્રક્રિયામાં ઘીમે-ધીમે જીનજીવન પાટે ચડી રહ્યું છે. જો કે, મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આગામી દિવસોમાં દસ્તક આપે તેવી શકયતાને પગલે તંત્ર સાબદુ બન્યું છે. દરમિયાન પૂણેમાં વીકેન્ડ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરાયો છે. પૂણે મ્યૂનિસિપલ કોર્પોરેશનને કોવિડ 19ના પ્રસારની તપાસ કરવા માટે આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળે છે.
પૂણે કોર્પોરેશનના અધિકારીએ જાહેર કરેલા આદેશ અનુસાર બિન જરુરી સામાન વાળા સ્ટોલ અને દુકાનો, મોલ, સલૂન, બ્યૂટી પાર્લર, સ્પા, બાર અને ફ્રૂડ કોર્ટ્સ વીકેન્ડને બંધ રહેશે. આ પ્રતિબંધ પીએમસી, પૂણે કેન્ટોનમેન્ટ બોર્ડ, કિર્કી કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારમાં જારી રહેશે. રાતે 10 વાગ્યા બાદ કોઈ યોગ્ય કારણ વગર બહાર ફરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
પીએમસીએ 14 જૂનથી હટાવાયેલા કેટલાક પ્રતિબંધો જારી રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારી અને ખાનગી કાર્યાલય 50 ટકા સ્ટાફ ક્ષમતાની સાથે સંચાલિત થઈ શકશે. લાઈબ્રેરી, કોચિંગ ક્લાસિસ અને ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ પણ 50 ટકા ક્ષમતાની સાથે ચાલી શકશે. જરૂરી સેવામાં સામિલ લોકો લોકટ ટ્રેન સેવાનો ઉપયોગ કરી શકશે. સાર્વજનિક વાહન વ્યવહાર માટે બસ સેવાઓ 50 ટકા પ્રવાસીઓની સાથે સંચાલીત થઈ શકશે. નવા પ્રતિબંધોની અસર કન્સ્ટ્રક્શન અને ઈ કોમર્સ સેવાઓ પર નહીં પડે.