Site icon Revoi.in

પંજાબ: 4 હજારમાંથી 13 શિક્ષકો કોરોના પોઝિટિવ, શાળાઓ 48 કલાક માટે બંધ

Social Share

દેશમાં કોરોનાવાયરસનું જોખમ ફરી એકવાર વધી રહ્યું છે. પંજાબમાં કોરોનાના આ ખતરાએ શાળાઓમાં પણ દસ્તક આપી દીધી છે. હકીકતમાં રાજ્યમાં આશરે 4 હજાર શાળા શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો,જેમાં 13 શિક્ષકો પોઝીટીવ જોવા મળ્યા છે. એવામાં શિક્ષક જે શાળામાં છે, તે શાળાને 48 કલાક માટે બંધ કરવામાં આવી છે, આ સાથે શાળાને સેનિટાઇઝ પણ કરવામાં આવશે.

અમૃતસરના સિવિલ સર્જન ચરણજીતસિંહે કહ્યું કે, છેલ્લા 2-3 દિવસમાં કોરોના કેસોમાં વધારો થયો છે,જે બાદ હવે શાળાઓમાં કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ અંતર્ગત 4 હજાર શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો,જેમાં 13 પોઝિટિવ મળ્યાં છે.

અગાઉ,ગુવાહાટી સ્થિત ડોન બોસ્કો સ્કૂલના એક શિક્ષકના પરિવારના સભ્યો અને અન્ય એક શિક્ષક કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ શાળાને રવિવારથી સાત દિવસ માટે સીલ કરી દેવામાં આવી હતી.

કામરૂપ મેટ્રોપોલિટનના ડેપ્યુટી કમિશનર વિશ્વજીત પેગુએ સમગ્ર સ્કૂલ કેમ્પસને 27 ફેબ્રુઆરી માટે કન્ટેન્ટ ઝોન તરીકે જાહેર કર્યો છે.જેથી અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાવવાથી રોકી શકાય છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, શાળાના તમામ શિક્ષકોને કોવિડ -19 ની તપાસ માટે સોમવારે શાળાએ આવવા સૂચના આપવામાં આવી છે.

-દેવાંશી