દિલ્હીઃ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહ વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે. બંને નેતાઓએ એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યાં હતા. અમરિંદરસિંહએ કહ્યું કે, તેઓ પોતાની એક પાર્ટી બનાવવા જઈ રહ્યાં છે ચૂંટણીચિન્હને ચૂંટણીપંચ મંજૂરી આપે પછી નામની જાહેરાત કરવામાં આવશે. તેમજ કોંગ્રેસના અનેક નેતાઓ પોતાના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં તેમણે નવજોતસિંહ સુદ્ધુને જયચંદ કહીને કહ્યું હતું કે, તેઓ પ્રદેશ કોંગ્રેસને બરબાદ કરવા બેઠા છે.
સિદ્ધુએ ટ્વીટ કર્યું હતું કે, શું આને સુશાસને કારણે બેઆબરૂ કરીને હટાવવા પડ્યાં છે ?, આપને પંજાબના રાજકીય ઈતિહાસમાં જયચંદના રૂપમાં યાદ રાખવામાં આવશે. તેમજ આપ એક ફુટેલી કારતુસ છે. સિદ્ધુએ કહ્યું હતું કે, તમામ લોકો જાણે છે આપ બાદલ પરિવાર સાથે મળેલા છે. આપ મને હરાવવા માંગતા હતા. શુ આપ પંજાબને જીવવવા માંગો છો, પૂર્વ મુખ્યમંત્રીએ પહેલા પણ પોતાની પાર્ટી બનાવી હતી અને ચૂંટણી લડ્યાં હતા. તેમને માત્ર 856 વોટ મળ્યાં હતા.
આનો જવાબ આપતા અમરિંદરસિંહે કહ્યું કે, સિદ્ધુ મૂર્ખામી ભરેલી વાતો કરી રહ્યાં છે. આપ જે 856 મતની વાત કરી રહ્યો છે. તે મને ખરડમાં ઉમદવારી પાછી લીધા બાદ મળ્યાં હતા. સિદ્ધુએ મારી સામે આક્ષેપ કરવાને બદલે પોતાના કામ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ કોંગ્રેસમાં આંતરીક વિવાદ સામે આવ્યા બાદ કેપ્ટને સીએમ પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે.
(Photo-File)