દિલ્હીઃ ઉત્તરપ્રદેશ અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને પગલે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધો છે. તેમજ ચૂંટણી પ્રચારને પગલે પાંચેય રાજ્યોમાં રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને 34 ઉમેદવારોની પસંદગી કરીને તેમના નામની જાહેરાત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડ, ગોવા, મણિનગર, ઉત્તરપ્રદેશ અને પંજાબ વિધાનસભાની ચૂંટણીની તાજેતરમાં જ ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. વિવિધ રાજ્યોની ચૂંટણીને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. દરમિયાન પંજાબ ચૂંટણીને લઈને ભાજપાએ 34 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપાએ 12 ખેડૂતો, 8 દલિત અને 13 શિખ ઉમેદવારોને ટીકીટ આપી છે. ભાજપના મહાસચિવ દુષ્યંત ગૌત્તમ, અનિલ બલૂની અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
પંજાબમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યાં છે. જેથી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળશે.