1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશમાં ભાજપનો મતલબ તોફાનરાજ, માફિયારાજ અને ગુંડારાજથી મુક્તિઃ PM મોદી
ઉત્તરપ્રદેશમાં ભાજપનો મતલબ તોફાનરાજ, માફિયારાજ અને ગુંડારાજથી મુક્તિઃ PM મોદી

ઉત્તરપ્રદેશમાં ભાજપનો મતલબ તોફાનરાજ, માફિયારાજ અને ગુંડારાજથી મુક્તિઃ PM મોદી

0
Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પ્રથમ બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. હજુ બીજા છ તબક્કામાં મતદાન બાકી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા રેલીઓ અને સભાઓને સંબોધવામાં આવી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશના સીતાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધિત કરી હતી. તેમજ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ભાજપનો મતલબ તોફાન રાજ, માફિયારાજ અને ગુંડારાજ ઉપર નિયંત્રણ અને તમામ તહેવારોને ઉજવવાની આઝાદી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ હોવાનો મતલબ દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા, યુપીમાં ભાજપનો મતલબ કેન્દ્રીય યોજનાનો ડબલ ગતિએ અમલ થાય છે.

બીજી તરફ પંજાબમાં વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય ગરમાયો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પઠાણકોટમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. જેમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘આજે સંત રવિદાસજીની જન્મજયંતિ પણ છે. અહીં આવતા પહેલા હું દિલ્હીના ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરે જઈ આવ્યો છું. હું આશીર્વાદ લઈને આવ્યો છું. પઠાણકોટની આ પવિત્ર ભૂમિમાંથી મુક્તેશ્વર મહાદેવ મંદિર અને અમૃતસરના દુર્ગિયાના મંદિરને હું નમન કરું છું. આ ભૂમિ હરમંદિર સાહિબ અને કરતારપુર સાહિબની ભૂમિ પણ છે. હું આ પવિત્ર ધરતી પરથી તમામ ગુરુઓને નમન કરું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પઠાણકોટમાં કહ્યું, ‘મને અને બીજેપીને પહેલા પંજાબની સેવા કરવાનો મોકો મળ્યો નથી. પહેલા અમે અહીં થોડો સમય રોકાયા. હવે હું તમને વિનંતી કરું છું કે મને અહીં 5 વર્ષ સેવા કરવાનો મોકો આપો. ‘નવા પંજાબના વિકાસ માટે ભાજપ કોઈ કસર છોડશે નહીં. હું તમને આની ખાતરી આપવા આવ્યો છું. તમારો પ્રેમ મારા માથા પર છે. જ્યારે જનતા ભાજપને તક આપે છે અમે જનતાની સેવા કરવાનું કામ છોડીએ છીએ. ભાજપ સરકારમાં જે વિકાસની પ્રક્રિયા શરૂ થાય છે, ત્યારે જનતા પણ તેને એ રીતે સાથ આપે છે કે વિકાસનું કામ અટકે નહીં.

તેમણે કહ્યું કે, પઠાણકોટમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે તે સંવેદનશીલ પ્રસંગે દેશ એક થયો હતો. પરંતુ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ શું કરી રહ્યા હતા? શું તેઓએ સેનાની બહાદુરી પર સવાલ ઉઠાવ્યા કે નહીં? શું તેઓએ શહીદોની શહાદત પર કાદવ ઉછાળ્યો હતો કે નહીં? અને પુલવામા હુમલાની વરસી પર પણ કોંગ્રેસના લોકો સેનાની બહાદુરીનો પુરાવો માંગી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું, ‘એકવાર બીજેપી પોતાના પગ સ્થિર થઈ જાય છે, દિલ્હીમાં બેસીને રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવનાર પરિવારને રજા મળી જાય છે. મતલબ કે જ્યાં વિકાસ આવ્યો ત્યાં વંશનો નાશ થયો! જ્યાં શાંતિ અને સલામતી છે, ત્યાં તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચારને વિદાય છે! એ જ વિદાય આ વખતે પંજાબમાં પણ આપવી પડશે.

પીએમ મોદીએ કરતારપુર સાહિબ ગુરુદ્વારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, ‘અમે પંજાબને પંજાબિયતની નજરથી જોઈએ છીએ, અમારા વિરોધીઓ પંજાબને રાજનીતિના પ્રિઝમથી જુએ છે. તેથી, અમને કરતારપુર સાહિબ કોરિડોર વિકસાવવાનો લહાવો મળ્યો. 1965ના યુદ્ધમાં ભારતીય સેના લાહોરમાં ધ્વજ ફરકાવવાની તાકાત સાથે આગળ વધી રહી હતી. જો આપણે થોડાં બે ડગલાં આગળ ગયા હોત તો આપણી પાસે ગુરુ નાનક દેવજીની તપોભૂમિ હોત. તેણે બીજી તક પણ ગુમાવી દીધી. જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે કોંગ્રેસના લોકો ત્યાં હતા, શું તેઓ એટલું સમજી શક્યા ન હતા કે ગુરુ નાનક દેવજીની તપોભૂમિનું સ્થાન સરહદથી 6 કિલોમીટરના અંતરે ભારતમાં રાખવું જોઈએ. કોંગ્રેસના લોકોએ પાપ કર્યું છે, અમારી ભાવનાઓને કચડી નાખી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code