પંજાબ: અમૃતસરમાં BSF જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું,લગભગ 2.5 કિલો હેરોઈન કર્યું જપ્ત
ચંડીગઢ:પાડોશી દેશ પાકિસ્તાન તેની કરતૂતોથી બાજ નથી આવતું. સરહદી વિસ્તારોમાં ડ્રોન મોકલીને તે પોતાની ખોટી યોજનાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ BSF પોતાની સતર્કતાથી આવું થવા દેતું નથી.સોમવારે રાત્રે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અમૃતસર વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા સતત ચાર દિવસમાં પાકિસ્તાનના ત્રીજા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું.
લગભગ 8.30 વાગ્યાની આસપાસ સતર્ક બીએસએફ સૈનિકોએ અમૃતસરના છના ગામ નજીક એક પાક ડ્રોન (ક્વોડ-કોપ્ટર ડીજેઆઈ મેટ્રિક્સ) ને તોડી પાડ્યું. ડ્રોનની સાથે શંકાસ્પદ હેરોઈન (લગભગ 2.5 કિલો)ના બે પેકેટ મળી આવ્યા છે. BSFના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 183મી બટાલિયનના BSF જવાનોએ અમૃતસર સેક્ટરની બોર્ડર ચોકી કલામ ડોગરના વિસ્તારમાં ડ્રોનને તોડી પાડ્યું હતું.છેલ્લા ચાર દિવસમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ડ્રોન શોધીને તેને તોડી પાડવાની આ ત્રીજી ઘટના છે.
બીએસએફના જણાવ્યા અનુસાર છેલ્લા નવ મહિનામાં પાકિસ્તાની ડ્રોનની ઘટનાઓ સતત વધી રહી છે.સુરક્ષા દળોએ પાડોશી દેશ પાકિસ્તાનમાંથી કુલ 193 ડ્રોનની ગેરકાયદે ઘૂસણખોરી જોઈ છે.આ દેશની આંતરિક સુરક્ષાના મામલામાં મોટી ચિંતા પેદા કરી રહ્યું છે.મોટાભાગના ડ્રોન ભાગવામાં સફળ થયા છે.કુલ 193 ડ્રોનમાંથી 173 પંજાબ સેક્ટરમાં ભારત-પાકિસ્તાન સરહદ દ્વારા ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા.આ ડ્રોન દ્વારા પાડોશી દેશો પાકિસ્તાનના માદક દ્રવ્યોના ગેરકાયદેસર સપ્લાયની શોધમાં છે, જે પૂર્ણ થઈ રહી નથી.