દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ ખેડૂત દેખાવકારોને મોટી રાહત આપવામાં આવી છે. તેમણે આદેશ કર્યો છે કે, કિસાન સંગઠનોના સભ્યો સામે રેલવે પોલીસ ફોર્સ (આરપીએફ) દ્વારા નોંધવામાં આવેલા કેસ પરત ખેંચવામાં આવશે. રેલવે લાઈન ઉપર ધરણાં કરવા બેઠેલા ખેડૂતો સામે રેલવે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ રેલવે પોલીસ ફોર્સના ચેયરમેનને પત્ર લખીને કેસ ઝડપી પરત ખેંચવા કહ્યું છે.
મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની 1લી ઓક્ટોબરના રોજ દિલ્હી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સીએમ ચન્નીએ કહ્યું હતું કે, પંજાબમાં પ્રોક્યોરમેન્ટની સિઝન શરી થઈ રહી છે અને તેને લઈને પીએમ સાથે વાત કરી હતી. પીએમ મોદીને 3 બિલ ખતમ કરવા માટે કહ્યું છે. પીએમ મોદી પણ એવુ પણ ઈચ્છે છે. મે તેમને બીજી વખત ખેડૂતો સાથે વાત કરવા કહ્યું છે. પાકિસ્તાન અને ઈન્ડિયાના કોરિડોરને ફરીથી ખોલવાનું કહ્યું છે જેથી શ્રદ્ધાલુઓને તકલીફ ના થાય. તેમજ ઓર્ગેનિક ખેતી મુદ્દે પણ વાત થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના 3 કૃષિ બિલનો છેલ્લા કેટલાક મહિનાઓથી ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. તેમજ આ આંદોલન ઝડપથી પૂર્ણ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.