દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ સાથે આજે પંજાબના CM ભગવંત માન કરશે મુલાકાત
- પંજાબના સીએમ ગૃહમંત્રી શાહને મળશે
- દિલ્હી ખાતે તેઓ અમિત શાહ સાથે કરશે મુલાકાત
દિલ્હીઃ- આજરોજ ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીમાં કેન્દ્રીય ગૃ મંત્રી અમિત શાહને મળવાના છે.વિતેલા દિવસે જ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ બેઠક અજનાળાની ઘટનાની પૃષ્ઠભૂમિમાં થઈ રહી છે.સાથે જ ચંડીગઢઃ મુખ્યમંત્રી ભગવંત માન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા જઈ રહ્યા છે. આ બેઠક આવતીકાલે ગુરુવારે દિલ્હીમાં યોજાશે. પંજાબનું બજેટ સત્ર 3 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે, પરંતુ તે પહેલા મુખ્યમંત્રી દેશના ગૃહમંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે.
આજરોજ મળવા જઈ રહેલી બન્ને નેતાઓ વચ્ચેની આ બેઠકમાં અજનાળા ઘટના પર પણ ચર્ચા થઈ શકે છે. અજનાળાની ઘટના બાદ ગૃહમંત્રી સાથે મુખ્યમંત્રીની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર પંજાબમાં તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે.
આ ઘટનાને લઈને કેન્દ્રની સરકારે પંજાબ સરકાર પાસેથી અજનાલાની ઘટના અંગે રિપોર્ટ પણ માંગ્યો હતો. ગયા અઠવાડિયે અજનાલા, અમૃતસરમાં, સ્વયં-સ્ટાઇલ શીખ ઉપદેશક અને ખાલિસ્તાન સહાનુભૂતિ ધરાવતા અમૃતપાલ સિંહ અને તેમના સમર્થકોએ તેમના એક સાથીની મુક્તિ માટે પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી. આ દેખાવકારોના હાથમાં તલવારો અને બંદૂકો હતી. અથડામણમાં પોલીસ અધિક્ષક રેન્કના અધિકારી સહિત છ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા આ મામલે આ મુલાકાત યોજાઈ રહી હોવાનું કહેવાઈ રહ્યું છે.