- તેજિન્દરપાલ સિંહ બગ્ગાને કોર્ટ એ આપી રહાત
- 10 મે સુધી નહી થાય ઘરકપડ
દિલ્હીઃ- છેલ્લા ઘમા સમયથી આપ અને બીજેપી સામસામે જોવા ણળે છે,તેજિન્દરપાલ સિંહને લઈને વિવાદ ચાલી રહ્યો છે, બગ્ગાની ધરપકડ બાદ બીજેપી કાર્.કરો સખ્ત વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ભાજપના નેતા તનજિંદર સિંહ બગ્ગાને રાહત આપી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે કહ્યું છે કે આગામી સુનાવણી સુધી તજિન્દર સિંહ બગ્ગા સામે કોઈ જબરદસ્તી કરવામાં આવશે નહી. હાઈકોર્ટમાં આગામી સુનાવણી 10 મેના રોજ થશે.એટલે કે 10 મે સુધી બગ્ગાની ધરપકડ કરી શકાશે નહી.
ઉલ્લેખનીય છે કે કે મોહાલી કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ તજિન્દર સિંહ બગ્ગાએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે ગઈકાલે રાત્રે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં આગામી સુનાવણી સુધી બગ્ગાની ધરપકડ પર રોક લગાવવામાં આવી હતી.
બગ્ગાએ ગયા મહિને તેની સામે નોંધાયેલા કેસના સંબંધમાં પંજાબ પોલીસ દ્વારા ધરપકડ વોરંટ જારી કર્યાના કલાકો પછી, તેને પડકારવા માટે હાઈકોર્ટમાં દાખલ થયો હતો. ન્યાયમૂર્તિ અનૂપ ચિટકારાએ તેમના નિવાસસ્થાને મધ્યરાત્રિ પહેલા તાત્કાલિક ધોરણે બગ્ગાની અરજી પર સુનાવણી કરી.સુનાવણી બાદ મોટી સંખ્ય.ામાં કોર્ટની બહાર બીજેપી કાર્યકરો હાજર રહ્યા હતા.