Site icon Revoi.in

પંજાબ સરકારે સખ્ત પ્રતિબંધો લાગૂ કર્યા – રાજ્યમાં પ્રવેશ માટે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો અનિવાર્ય

Social Share

દિલ્હીઃ-પંજાબ સરકારે વિતેલા દિવસને રવિવારના રોજ કોરોના સંક્રમણમે અટકાવવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવે ફક્ત જે લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તે જ લોકો પંજાબમાં પ્રવેશ કરી શકશે. આ સાથે અન્ય તમામ પ્રકારની જરુરી ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો 15 મે સુધી બંધ રાખવાના આદેશ આપ્યા છે. આ સાથે જ કારમાં ફક્ત બે જ લોકો મુસાફરી કરી શકશે. પંજાબ સરકાર દ્વારા આ નવી માર્ગદર્શિકા તાત્કાલિક લાગુ કરવા સૂચના આપવામાં આવી છે.

પંજાબ સરકારના નવા આદેશ પ્રમાણે કોરોના વેક્સિનનો ડોઝ લેનાર વ્યક્તિ પણ કોરોનાનો રિપોર્ટ બતાવીને જ રાજ્યમાં પ્રવેશ કરી શકશે. કાર સિવાય ફક્ત એક જ વ્યક્તિ મોટરસાઇકલ પર મુસાફરી કરી શકશે.જો કે સરકારે આમાં એક સુવિધા પણ આપી છે. સરકારે કહ્યું છે કે જો કાર, મોટર સાયકલ અથવા અન્ય ટુ-વ્હીલર પર ડ્રાઇવર સિવાય કોઈ દર્દી હોય, તો તેને મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે.

હવેથી અંતિમ ક્રીયામાં પણ માત્ર 10 લોકોને પરવાનગી આપાશે, આ સાથે જ તમામ પ્રકારની પરિક્ષાઓ પણ રદ કરવામાં યાવી છે, સરકારી કાર્યાલયો તથા બેંકોમાં માત્ર 50 ટકા સ્ટાફ હાજરી આપશે,બીજી તરફ માત્ર શાકભાજી અને ફળોની દુકાનો જથ્થાબંધના વેપારીઓ માટે ખલવામાં આવશે, શાકમાર્કેટ હવે ફક્ત ફળ અને શાકભાજીના જથ્થાબંધ વેપારીઓ માટે ખુલ્લું રહેશે. રિટેલરો મંડીઓમાં શાકભાજી વેચી શકશે નહીં. સરકારે શેરી વિક્રેતાઓ માટે આરટીપીઆરસી પરીક્ષણ કરવાનું પણ નક્કી કર્યું છે. હોટલ, રેસ્ટોરાં અને ઢાબા પર બેસીને જમવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફક્ત પાર્સલ લઈ જઈ શકાશે અથવા હોમ ડિલિવરીને મંજૂરી આપવામાં આવશે. નવી માર્ગદર્શિકા મુજબ હવે તમામ ધાર્મિક સ્થળો સાંજે 6 વાગ્યાથી બંધ રહેશે. કોઈપણ મંદિર, ગુરુદ્વારા, મસ્જિદ અને ચર્ચમાં ભક્તોની ભીડ એકઠી ન કરવા સૂચના આપવામાં આવી છે.