Site icon Revoi.in

પંજાબ સરકારનો નિર્ણયઃ ઘોરણ 5 થી 8 અને 10ના તમામ વિદ્યાર્થીઓને પરિક્ષા વગર પ્રમોશનથી કરાશે પાસ

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના વધતા વ્યાપને લઈને બોર્ડની તેમન અનેક વર્ગોની પરિક્ષઆઓને લઈને રપાજ્ય સરકાર દ્રારા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ત્યારે હવે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે પંજાબમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને ઘોરણ પાંચથઈ લઈને- ઘોરણ આઠમા અને દસમા ધોરણના તમામ  વિદ્યાર્થીઓને પરીક્ષા વિના આગલા વર્ગમાં પ્રમોશન આપવાની ઘોષણા કરી છે.જો કે હજી સુધી, સરકારે 12મા ઘોરણની પરિક્ષાઓ અંગે નિર્ણય લીધો નથી. ટૂંક સમયમાં સરકાર આ મામલે નિર્ણય લેઈ શકે છે.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગુરુવારના રોજ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને 30 એપ્રિલ સુધીમાં બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમ છતાં, પરીક્ષાની તૈયારી કરી રહેલા 11 થી 20 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓને રદ કરવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, ઘોરણ 5ના વિદ્યાર્થીઓની  ચાર વિષયમાં પરીક્ષા થઈ ચૂકી હચી. આ વર્ગની માત્ર એક સબ્જેક્ટની પરિક્ષા બાકી હતી, હવે પંજાબ રાજ્ય શિક્ષણ બોર્ડ ચાર વિષયની પરીક્ષાઓમાં મેળવેલા ગુણના આધારે પરિણામ જાહેર કરી દેશે. આ સાથે જ આઠમા અને દસમાની પરીક્ષાનું પરિણામ પૂર્વ બોર્ડની પરીક્ષા અને ઈન્ટરનલ એસેસમેન્ટમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પંજાબમાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે,વિતેલા દિવસે 63 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે,તો આ સાથે જ 3 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે જેમાં કેટલાક દર્દીઓ ગંભીર હાલતમાં જોવા મળે છે ત્યારે પંજાબ સરકારનો પરિક્ષા ન લેવાનો નિર્ણય વ્યાજબી ગણાય છે.

સાહીન-