- પંજાબ સરકારનો ખાસ નિર્ણય
- ઓલમ્પિક વિજેતાઓના ગામ-શહેરોના રસ્તાઓ તેમના નામે ઓળખાશે
ચંદિગઢઃ તાજેતરમાં જ ભાર ઓલમ્પિક ક્ષેત્રમાં ઘણી સિદ્ધીઓ મેળવી છે, ત્યારે હવે પંજાબ સરકારે આ બાબતે ખાસ નિર્ણય લીધો છે, વિતેલા દિવસને શુક્રવારના રોજ પંજાબના શિક્ષણ મંત્રી વિજય ઈન્દર સિંગલાએ જાહેરાત કરી હતી કે પંજાબમાં ઓલિમ્પિક મેડલ વિજેતાઓના ગામો અને શહેરોના રસ્તાઓ હવે રમતવીરોના નામ પરથી તેમણે દેશની હોકી ટીમને 41 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા.
સિંગલાએ કહ્યું કે મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ જાહેર બાંધકામ અને શાળા શિક્ષણ વિભાગને તેના પર કામ કરવાનું કહેવામાં આવ્યું છે. વિભાગોને આ નિર્ણયનો ગ્રાઉન્ડ લેવલ પર અમલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ખેલાડીઓએ દેશનું નામ રોશન કર્યું છે જે આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પંજાબે દેશની રમતમાં સુવર્ણ યોગદાન આપ્યું છે. ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય રમત ખેલાડીઓની સંખ્યાના સંદર્ભમાં પંજાબ બીજા ક્રમે હતું, કારણ કે 124 ખેલાડીઓમાંથી 20 ખેલાડીઓ તો પંજાબના હતા. પુરુષોની હોકી ટીમમાં પંજાબના 11 ખેલાડીઓ હતા, જેમાં કેપ્ટન મનપ્રીત સિંહ, વાઈસ કેપ્ટન હરમનપ્રીત સિંહ, રૂપિંદરપાલ સિંહ, સિમરનજીત સિંહ, દિલપ્રીત સિંહ, મનદીપ સિંહ, ગુરજંત સિંહ, હાર્દિક સિંહ, શમશેર સિંહ, વરુણ કુમાર અને કૃષ્ણ પાઠકનો સમાવેશ થાય છે.
બીજી તરફ મહિલા હોકિ ટીમમાં પણ પંજાબની ખેલાડીઓ ડજોવા મળી હતી, મહિલા હોકી ટીમે પણ શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ વખત સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. બ્રોન્ઝ મેડલ મેચમાં બ્રિટન સામે હારવું મેડલથી એક ડગલું જ દૂર હતું પરંતુ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું. મહિલા ટીમમાં પંજાબની ગુરજીત કૌર અને રીના ખોખર હતી.