Site icon Revoi.in

પંજાબઃ વધતી ઠંડીના પ્રકોપને લઈને રાજ્યમાં 24 થી 31 ડિસેમ્બર સુધી શાળા બંધ રાખવાનો આદેશ જારી

Social Share

 

ચંડીગઢઃ- દેશભરમાં ઠંડીએ માજા મૂકી છે, દેશના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું જોર વધતાની સાથે જ જનજીવન પર માઠી અસર પડી રહી છે, ત્યારે દિલ્હી પંજાબ હરિયાણા જેવા રાજ્યો ભારે શીતલહેરનો સામનો કરી રહ્યા છએ આવી સ્થિતિમાં પંજાબમાં શાળાઓ 24 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાના આદેશ દારી કરવામાં આવ્યા છે.

પંજાબમાં કડકડતી ઠંડીને જોતા પંજાબના શાળા શિક્ષણ વિભાગે શાળાઓમાં શિયાળાની રજાઓ જાહેર કરી છે. 24 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી તમામ શાળાઓ બંધ રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે, જેનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવી રહ્યોછે.આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કેઆ આદેશના નિયમોનું પાલન ન કરતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશો સરકારી, ખાનગી અનુદાનિત અને માન્ય શાળાઓને લાગુ પડશે. નિયામક શિક્ષણ વિભાગ દ્વારા આ આદેશો જારી કરવામાં આવ્યા છે. આ પહેલા ચંદીગઢ શિક્ષણ વિભાગે 20 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશનની જાહેરાત કરી હતી.

રાજ્ય પંજાબમાં શુક્રવારથી ઠંડીનો ચમકારો વધ્યો હતો આ સિવાય ઓમિક્રોનનો ખતરો પણ યથાવત છે. આવી સ્થિતિમાં શિક્ષણ વિભાગ પણ બાળકોના આરોગ્યને લઈને ભારે ગંભીર બન્યું છે. આ મામલે સોમવારે ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી જેમાં આ મામલે ગંભીરતાથી વિચારણા કરવામાં આવી હતી. ત્યાર બાદ શાળાઓમાં રજાઓને લઈને આદેશ જારી કરવામાં આવ્યા છે.