પંજાબ પોલીસને મળી મોટી સફળતા – ISIને ગૃપ્ત માહિતી આપનાર બે જાસૂસની થઈ ધરપકડ
- પંજાબ પોલીસને મળી સફળતા
- આઈએસઆઈને ગુપ્ત જાણકારી આપનાર 2 જાસૂસની ઘરપકડ
ચંદિગઢઃ- છેલ્લા ઘણા સમયથી પંજાબમાં આતંકીઓની ઘુસણખોરી ,ડ્રોનની ઘુસમખોરી વધતી જોવા મળી રહી છે આવી સ્થિતિમાં પોલીસ તથા સેનાના જવાનો સતત સતર્ક રહીને દેશની શઆંતિ ભંગન થાય તેનું ધ્યાન રાખતા હોય છે ત્યારે હવે પંજડાહ પોલીસને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે પંજાબ પોલીસે ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને આપવા બદલ બે જાસૂસોની ધરપકડ કરી લીધી છે. તેમના મોબાઈલમાંથી ભારતીય સેનાની ઈમારતો, વાહનો અને નકશા વગેરેના ફોટા પણ મળી આવ્યા છે,આ માહિતી આ જાસૂસો દ્રારા વપાકિસ્તાનને મોકલવામાં આવી હતી.
ધરપકડ કરાયેલા જાસૂસોમાં જાફિર રિયાઝ મૂળ કોલકાતાનો રહેવાસી છે અને હાલ પાકિસ્તાનમાં રહેતો હતો. જ્યારે અન્ય તેનો ભાગીદાર મહંમદ શમશાદ અજનાળા રોડ પર મીરાંકોટ ચોકમાં રહેતો હતો. ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ હાલ તેની સતત પૂછપપરછ કરી રહ્યા છે.
વધુ મળતી વિગતો પ્રમાણે સ્ટેટ ઓપરેશન સેલને મળેલી સૂચનાના આધારે બંનેનીન વિતેલા દિવસને બુધવારે અમૃતસરથી ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ બંનેના મોબાઈલ જપ્ત કર્યા હતા. તપાસ દરમિયાન માહીતી બહાર આવી છે કે ઝફિર રિયાઝ 2005માં પાકિસ્તાન ગયો હતો, જ્યાં તેણે લાહોરના મોડલ ટાઉનની રાબિયા સાથે લગ્ન પણ કર્યા હતા
.પંજાબ પોલીસે માહિતી આપી છે કે બંને અમૃતસરના મીરાકોટ ચોક ખાતે ભાડાની જગ્યા પર રહેતા હતા. પોલીસે કહ્યું કે આ મામલામાં ઓફિશિયલ સિક્રેટ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.