Site icon Revoi.in

પંજાબ પોલીસને મળી સફળતા – લશ્કરના બે આતંકીઓની હથિયારો સહીત કરી ઘરપકડ

Social Share

ચંદિગઢઃ- પંજાબ પોલીસના સ્ટેટ ઓપરેશન સેલને આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. પંજાબમાં આતંકીઓનો ત્રાસ વઘતો રહ્યો છે આડે દિવસે  શુક્રવારે સવારે, તેઓએ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરી.

જાણકારી પ્રમાણે આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આતંકવાદીઓએ કબૂલ્યું છે કે તેઓ રાજ્યમાં અશાંતિ ફેલાવવાના ઈરાદાથી અહીં આવ્યા હતા. પંજાબ પોલીસે કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓ સાથે હાથ ધરાયેલા ઓપરેશનમાં અમને મોટી સફળતા મળી છે. અહીં અમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લશ્કરના એક આતંકવાદીની ધરપકડ કરી છે

આ બંને નાગરિકો જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે. તેમની પાસેથી 2 આઈઈડી, 2 હેન્ડ ગ્રેનેડ, 2 મેગેઝીન સાથે 1 પિસ્તોલ, 24 કારતૂસ, 1 ટાઈમર સ્વીચ, 8 ડિટોનેટર અને 4 બેટરી મળી આવી છે. પંજાબ પોલીસે કહ્યું કે આ આતંકવાદીઓનું સંચાલન લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય ફિરદૌસ અહેમદ ભટ દ્વારા કરવામાં આવે છે અને તેના નિર્દેશ પર તેઓ પંજાબમાં અશાંતિ ફેલાવવાના ઈરાદાથી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓ લાંબા સમયથી જમ્મુ-કાશ્મીર સહિત પંજાબના આ વિસ્તારોમાં અપરાધ કરવાનું વિચારી રહ્યા હતા. આ આતંકવાદીઓને પકડવા માટે સરહદી રાજ્યોમાં પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે. આ પહેલા શુક્રવારે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા  નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના એક નાગરિકની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલ વ્યક્તિ, ઇર્શાદ અહેમદ માનસિક રીતે અસ્થિર’ હોવાનું જણાયું હતું.