- પંજાબમાં પોલિટિક્સ તેજ
- અમરિંદર સિંહનો સિદ્ધુ પર પ્રહાર
- કહ્યું ઈમરાન અને સિદ્ધુ છે મિત્ર
ચંડીગઢ:પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા પછી રાજકારણ તેજ થયું છે. અમરિંદર સિંહે પોતાના તીખા અંદાજમાં કહ્યું કે,પાર્ટીની અંદર મારું અપમાન થઇ રહ્યું હતું. પાર્ટીને મારી ઉપર શંકા કેમ હતી હું તે સમજી શકતો ન હતો. કેપ્ટને પોતાના રાજીનામા પછી પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.
અમરિંદર સિંહે રાજીનામા પછી નવજોત સિંહ સિદ્ધુ પર પ્રહાર કર્યો છે. અમરિંદર સિંહે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુનો પાકિસ્તાન સાથે ઘણો સંબંધ છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન, જનરલ બાજવા સાથે સિદ્ધુની દોસ્તી છે. જો તેને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો તે પંજાબને બર્બાદ કરી નાખશે. સિદ્ધુ કશું સંભાળી શકે નહીં હું તેને સારી રીતે જાણું છું. પંજાબ માટે ભયાનક થવાનું છે. એક મંત્રાલય તો ચલાવી શક્યા ન હતા રાજ્ય શું ચલાવશે. બધુ બર્બાદ કરી નાખશે.
આગળ વધારે ઉમેરતા તેમણે તે પણ કહ્યું હતું કે,એવું લાગી રહ્યું હતું કે મારી ઉપર પાર્ટીને વિશ્વાસ ન હતો. મેં સવારે જ નિર્ણય લઇ લીધો હતો કે,સીએમનું પદ છોડી દઇશ. પાર્ટીને જેના ઉપર વિશ્વાસ છે તેને પાર્ટી સીએમ બનાવી દે.