Site icon Revoi.in

પંજાબ-ઉત્તરાખંડ ઠંડીમાં ઠુંઠવાયું -દિલ્હી સહિત મહારાષ્ટ્ર અને ઓડીશામાં પણ ઠંડીનું જોર

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં શિયાળો શરુ થતાની સાથે જ ઠંડીએ જોર જમાવ્યું છે ત્યારે ઉત્તરભારતમાં કડકતી ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કાશ્મીરમાં બરફવર્ષોનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ઉત્તરભારતમાં કોલ્ડવેવથી જનજીવન પર અસર પડેલી જોવા મળી રહી છે,તો બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં પણ કડકતી ઠંડીએ જોર પકડ્યું છે.

હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજ રોજ પંજાબ અને ઉત્તરાખંડના અલગ-અલગ વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળી હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગ,, પશ્ચિમ બંગાળમાં ગંગાના કાંઠે અને વિદર્ભના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સુધીનો વધારો થયો છે.

વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, ચંડીગ. અને દિલ્હી, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓડિશાના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે.આ સાથે જ પાટનગર દિલ્હીમાં આવનારા બે દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ પણ વિક્રમસર્જક રહેશે એવી આગાહી થઈ છે.

દેશની જન્નત ગણાતા જમ્મુ-કાશ્મીરમાં કાતિલ ઠંડીના દિવસો શરુ થયા છે, આ દિવસોમાં અહી બરફની ચાદર પથરા.યેલી જોવા મળે છે. શ્રીનગરમાં તાપમાનનો પારો માઈનસ 6.2 રહ્યો હતો. પહલગામમાં માઈનસ 7 અને ગુલમર્ગમાં તાપમાનનો  માઈનસ 7.5 સુધી ગગડી ગયો હતો. 21મી ડિસેમ્બરથી 31મી જાન્યુઆરી સુધી ચિલાઈ કલાનનો સમયગાળો રહેશે. આ ચિલાઈ સમયગાળામાં અહી બરફ વર્ષાનું પ્રમાણ અને ચારે તરફ બરફથી લપેચાયેલપં કાશમીર જોવા મળે છે,આ સમયગાળા દરમિયાન તાપમાન સતત  નીચે આવતું હોય છે.

સાહિન-