Site icon Revoi.in

પંજાબ: લુધિયાણાની ડીએમસી હોસ્પિટલમાં રેસલર ખલીની માતાનું 75 વર્ષની વયે નિધન

Social Share

ચંદીગઢ : પંજાબના લુધિયાણા ડીએમસી હોસ્પિટલમાં મલ્ટિપલ ઓર્ગન ફેલ થઇ જવાને કારણે ડબ્લ્યુડબ્લ્યુઇ રેસલર ધ ગ્રેટ ખલી દલીપ સિંહની 75 વર્ષીય માતા ટંડી દેવીનું રવિવારે રાતે નિધન થયું છે.આ જાણકારી ડીએમસી પીઆરઓએ આપી છે.ટંડી દેવી લાંબા સમયથી હૃદય અને ફેફસાના રોગથી લડી રહી હતી. તેની સારવાર ડીએમસી પીઆરઓમાં ચાલી રહી હતી. તેમના અંતિમ સંસ્કાર સોમવારે હિમાચલ પ્રદેશમાં કરવામાં આવશે.

મળતી માહિતી મુજ, કુસ્તીબાજ ધ ગ્રેટ ખલી ઉર્ફે દલીપસિંહની માતાને 12 જૂનની સાંજે હોસ્પિટલમાં (ડીએમસીએચ) દાખલ કરાઈ હતી. તેની તબિયત સારી ન હતી. ખલી તેને હોસ્પિટલમાં લઈ ગયો હતો. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેનો કોરોના રીપોર્ટ કરાવ્યો હતો. જોકે,તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેની માતાની સારવાર દરમિયાન ખલી અહીં હોસ્પિટલમાં જ રહ્યો હતો.

ધ ગ્રેટ ખલી એક વ્યાવસાયિક રેસલર છે. તેણે હોલીવુડ અને બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ખલી બિગ બોસના ચોથા સંસ્કરણમાં રનર અપ પણ રહ્યો હતો. તેમની વ્યાવસાયિક કુસ્તી કારકિર્દી શરૂ કરતા પહેલા તે પંજાબ રાજ્ય પોલીસનો અધિકારી પણ રહી ચુક્યો છે.