ગુજરાતનું પુંસરી ગામ વિકાસની દ્ર્ષ્ટિએ સૌ કોઈને આશ્ચર્ય પમાડે છે, જાણો કેટલીક ખાસ વાતો આ ગામ વિશે
ગામ,,,શબ્દ સાંભળતા જ સૌ કોઈની નજર સામે મામજાનું દ્ર્શ્ય તરી આવે ,કાચા રસ્તાઓ ઘૂળ માટીની ઉડતી ડમરીઓ, શાળા માટે બાળકો ગામની બહાર જાય,,,,પણ જો ગુજરાતના એક ગામની વાત કરીએ તો તે તદ્દન જૂદી છે,આ ગામ શહેર જેમ વિકાસ પામ્યું છેસગામ તમામ સુવિધાોથી સજ્જ છે.પુંસરી ગામ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી માત્ર 80 કિલોમીટરના અંતરે આવેલું છે. ગામમાં આશરે 6,000 લોકોની વસતી છે. તે આશરે 1,500 ઘરો ધરાવે છે.
આ છે ગુજરાતનું આ પુંસરી ગામ જે હવે દેશ માટે આદર્શ બની ગયું છે. આ કારણે દેશભરમાંથી સરકારના ઉચ્ચ અધિકારીઓ આ ગામની મુલાકાત લેવા અને અભ્યાસ કરવા આવી રહ્યા છે. ભારતમાં કુલ 7 લાખ ગામો અને 2.40 લાખ ગ્રામ પંચાયતો છે. કેન્દ્ર સરકાર પુંસરી ગામને રોલ મોડેલ બનાવીને દેશના 640 જિલ્લાઓમાં તેનું મોડેલ અમલીકરણ કરવા માંગે છે.
આમ તો ગુજરાતમાં ઘણા ગામો આવેલા છે જે વિકસીત છે પણ આજે એક ગામની વાત કરીએ જે છે તો ગામ જ પણ વિકાસની દ્ર્ષ્ટિએ સૌ કોઈની આંખો અંજાઈ જાય છે.જેનું એક કારણ એ છે કે અહીંની શાળાઓ આ ગામમાં જ આવેલી છે. ગામના દરેક વિસ્તાર અને ચોકડી પર વોટરપ્રૂફ સ્પીકર્સથી સજ્જ કોમ્યુનિટી રેડિયો. દરેક ઘરમાં વાઈફાઈ સુવિધા અને મોબાઈલ, કોમ્પ્યુટર તથા પાકો રસ્તો, પીવાનું શુદ્ધ પાણી. અર્થાત જો કોઈ કહે કે વિકસિત ગામની વ્યાખ્યા શું છે તો આપણે પુંસરી ગામ કહી શકીએ.
આ ગામમાં હાઇટેક હેલ્થ સેન્ટર, પોલીસ ચોકી, ગામમાં ખાનગી બસની સુવિધા પણ છે. આ સાથે જ દરેક વ્યક્તિ માટે માત્ર 4 રૂપિયામાં 20 લિટર મિનરલ વોટર પણ આપવામાં આવે છે. આ ઉપરાંત આ ગામના લગભગ 6 હજાર લોકોને મેડિક્લેમ અને ઈન્સ્યોરન્સની સુવિધા છે. જેનું કારણ છે. આ ગામની પંચાયત જે ગામના લોકોની સેવામાં રાત-દિવસ કામ કરે છે.
આ સાથે પંચાયતે ગામડાઓની જાળવણી અને અન્ય કામો માટે કર્મચારીઓ પણ રાખ્યા છે. જેમને પંચાયત પોતાના ફંડમાંથી પગાર આપે છે. આ કારણોસર, દક્ષિણ આફ્રિકાની નૈરોબી બેંકના પ્રમુખ, સાલેમેને આ ગામને વિશ્વના અન્ય ગામો માટે વધુ સારું મોડેલ ગણાવ્યું. તેણે આ દરમિયાન કહ્યું હતું કે, મેં વિશ્વના લગભગ 50 દેશોની મુલાકાત લીધી. જોકે પુંસરી જેવું ગામ ક્યાંય દેખાતું ન હતું.